કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં પ્રવાસીઓની ભીડ | Moneycontrol Gujarati
Get App

કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં પ્રવાસીઓની ભીડ

અરવલ્લીના પર્વતોની ગીરીમાળા અને વણજના જંગલનો સમન્વય અહી સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે. પાણીના ઝરણાં અને સ્વચ્છ પાણીની નદીઓ એ પ્રવાસીઓના મન મોહી લે છે.

અપડેટેડ 07:26:54 PM Dec 06, 2023 પર
Story continues below Advertisement

રજાના દિવસોમાં એક દિવસ કુદરતના ખોળે વિતાવવું હોય તો પહોંચી જાવ પોલો ફોરેસ્ટ. અહીં થશે મિની કાશ્મીરનો અહેસાસ. પોળો એટલે પૌરાણીક મંદીરો, જંગલ, નદી અને પર્વતો નો આહલાદ્ક સમુહ અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગ નો અહેસાસ થાય છે. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોળોનો વિસ્તાર કુદરતી સૌદર્ય માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અરવલ્લીના પર્વતોની ગીરીમાળા અને વણજના જંગલનો સમન્વય અહી સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે. પાણીના ઝરણાં અને સ્વચ્છ પાણીની નદીઓ એ પ્રવાસીઓના મન મોહી લે છે. રાજ્યભરમાંથી અહી પ્રવાસીઓ જાણે કે દીલ ખોલીને કુદરતને મળવા માટે આવી પહોંચે છે. જૈન મંદિરોનો કલાત્મક કોતરણી વાળો સમુહ પણ પ્રવાસીઓને અહી ખેંચી લાવે છે.

આ જંગલોમાં લોકો ઘોડે સવારી સાયકલીગ કરવાની પણ મજા માણે છે. પોળો ના જંગલો અને પર્વતો ની સુંદરતાં એ પ્રવાસીઓ માટે આકર્ષણ છે. અહી પાણી સાથે રમવાની અને કુદરત સાથે મસ્તી કરવાની જાણે કે હ્રદયને સ્પર્શી જતી હોય છે અને એટલે જ અહી એકવાર આવતા પ્રવાસીઓ ફરી થી અહી અચુક આવે છે.


તો અહીં લોકો પ્રિવેડિંગ ફોટોગ્રાફી કરવા માટે પણ આવે છે. તો તંત્ર દ્રારા અહીં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. તો રજાઓમાં અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવે તેવી પણ સ્થાનિકોની માંગ ઉઠી છે. પણ જો તમારે ભાગદોડ ભરી જિંદગી વચ્ચે એક દિવસની રજામાં મિની કાશ્મીરનો અહેસાસ કરવો હોય તો પહોંચી જાઓ પોલફોરેસ્ટ.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 06, 2023 7:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.