Vadodara railway station: પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટના નવનિર્મિત રેલવે ખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી અલીરાજપુર વચ્ચે ચાલનારી ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) અને ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) ને જોબટ સુધી વિસ્તૃત કરવામાં આવી છે.સંસદસભ્ય ગુમાનસિંહ ડામોરે જોબટ સ્ટેશનથી આ વિસ્તૃત ટ્રેનને લીલીઝંડી દેખાડી રવાના કરી હતી.
દરરોજ ચાલનારી વિસ્તૃત ટ્રેનનું વિગતવાર વર્ણન
2. ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) જોબટ – પ્રતાપનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 05 ડિસેમ્બર 2023 થી જોબટથી પ્રતાપનગર સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 14:00 કલાકે જોબટથી ઉપડીને 18:05 કલાકે પ્રતાપનગર પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં ડભોઇ જંકશન, વધવાણા, અમલપુર, સંખેડા, બહાદરપુર, છુંછાપુરા, જોજવા, બોડેલી, જાબુગામ, સુસ્કલ, પાવી, તેજગઢ, પુનિયાવત, છોટાઉદેપુર, પાડલિયા રોડ, મોટી સાદલી, અંબારી રિછાવી, અલીરાજપુર, ખંડાલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
આ ટ્રેન માટે પેસેન્જર રિઝર્વેશન તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTC વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. મુસાફરો એ આપેલી લિંક પર ખાસ મુલાકાત કરીને વિગતવાર માહિતી જાણી લેવી.