પ્રવાસન માટે વિદેશીઓની પસંદ બન્યું ગુજરાત, છેલ્લા એક વર્ષમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો | Moneycontrol Gujarati
Get App

પ્રવાસન માટે વિદેશીઓની પસંદ બન્યું ગુજરાત, છેલ્લા એક વર્ષમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો

છેલ્લા એક વર્ષમાં ગુજરાતમં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો. ત્યારે કેવડીયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં યોજાશે એડવેનચર ટુર ઓપરેટરનું અધિવેશનનું આયોજન થશે.

અપડેટેડ 06:05:47 PM Dec 15, 2023 પર
Story continues below Advertisement
કેવડીયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં યોજાશે એડવેનચર ટુર ઓપરેટરનું અધિવેશનનું આયોજન થશે.

ગુજરાત બન્યું વિદેશીઓ માટે હોટ ફેવરેટી સ્પોટ. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો. ત્યારે કેવડીયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં યોજાશે એડવેનચર ટુર ઓપરેટરનું અધિવેશનનું આયોજન થશે. જેમાં 200થી વધુ લોકો ભાગ લેશે. આ અધિવેશનમાં ટૂરિઝમને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. અધિવેશનમાં અરુણાચલના મુખ્યમંત્રી અને આર્મીના ડેપ્યુટી ચીફ પણ હાજર રહેશે. આ ઉપરાંત સૌથી યુવા એવરેસ્ટ સર કરનાર પુર્ણા મલવથ, મિલિન્દ સોમન પણ હાજર રહેશે. એડવેન્ચર ટુરિઝમમાં આગામી 10 વર્ષમાં ભારતનો ટોપ 10માં સમાવેશ થાય તેવા પ્રયાસ પણ કરવામાં આવશે.

પ્રવાસન વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુજરાતમાં આવતાં પ્રવાસીઓ માટે અનેકવિધ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પ્રવાસન દ્વારા મહત્વનું એવું ATITHYAM પોર્ટલ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. ગુજરાત આ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પોર્ટલ ગુજરાતમાં આવતાં પ્રવાસીઓની સંખ્યાને ટ્રેક કરવા માટે રીઅલ-ટાઇમ ડેશબોર્ડ છે. સમગ્ર રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા મોનિટર કરવા આ એક મહત્વનું પ્લેટફોર્મ છે.

આ ઉપરાંત રાજ્યમાં હેરિટેજ ક્ષેત્રે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્થળો અને પરંપરાગત તહેવારોએ રાજ્યની અનન્ય સાંસ્કૃતિક તકોનો અનુભવ કરવા રસ ધરાવતા પ્રવાસીઓને આકર્ષા છે. ચાંપાનેર-પાવાગઢ ડેવલપમેન્ટ, રાણીની વાવ, સૂર્ય મંદિર, મોઢેરા અને ઐતિહાસિક શહેર અમદાવાદનો પણ સુગ્રથિત વિકાસ કરવામાં આવ્યો છે જેના પરિણામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.


17મી ડિસેમ્બરે PM મોદી સુરત આવશે, PM મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ

MoneyControl News

MoneyControl News

First Published: Dec 15, 2023 6:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.