PSLV-C58 Launch: 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ અને સૌર મિશનના સફળ પ્રક્ષેપણ પછી, હવે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી, 2024, ISRO માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) વર્ષના પ્રથમ દિવસે વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ આવો ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે પલ્સર, બ્લેક હોલ, આકાશગંગા, રેડિયેશન વગેરેનો અભ્યાસ કરશે. તેનું નામ એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ (XPoSat) છે.
વેંકટેશ્વર મંદિરમાં વૈજ્ઞાનિકોએ કરી પૂજા અર્ચના
આ ઉપગ્રહ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે. તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 બ્રાઇટ સોર્સને સ્ટડી કરશે. જેમ કે- પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા. આ સેટેલાઇટ 650 કિલોમીટરની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે. આ ઉપગ્રહમાં બે પેલોડ છે. પ્રથમ - POLIX અને બીજું - XSPECT.
પોલિક્સ આ ઉપગ્રહનો મુખ્ય પેલોડ છે. તે રમન સંશોધન સંસ્થા અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. 126 કિલો વજનનું આ સાધન અવકાશમાં રહેલા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર, રેડિયેશન, ઇલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે. તે 8-30 keV રેન્જના એનર્જી બેન્ડનો અભ્યાસ કરશે. પોલિક્સ અવકાશમાં 50 સૌથી તેજસ્વી પદાર્થોમાંથી 40નો અભ્યાસ કરશે.