Onion Prices: આપને જણવી દઇએ કે ડુંગળીના વાવેતરમાં ગુજરાતનો નંબર વન ભાવનગર જિલ્લો છે. ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી,તુવેર,અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે.



