Republic Day: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતની મુલાકાતે આવશે કે નહીં તે અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.
Republic Day: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતની મુલાકાતે આવશે કે નહીં તે અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.
આવતા વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે બિડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. પરંતુ હવે આ મામલાને લગતા સૂત્રોનું કહેવું છે કે બાયડેન આવતા વર્ષે ભારત નહીં આવે તેવી પૂરી સંભાવના છે.
ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે પીએમ મોદીએ પ્રજાસત્તાક દિવસ 2024ના અવસર પર રાષ્ટ્રપતિ બિડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. જોકે, આ આમંત્રણ પર ભારત તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
ક્વોડ સમિટની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી
તે જ સમયે, 2024ના અંતમાં ભારતમાં ક્વાોડ સમિટ બેઠક યોજાવાની હતી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે ક્વોડ સમિટની આ બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે અને તેના માટે નવી તારીખો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્વોડની તારીખને લઈને તેના પાર્ટનર દેશો વચ્ચે કોઈ સહમતિ થઈ શકી નથી. આ કારણોસર, ક્વોડ સમિટ માટે હવે નવી તારીખો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે ક્વોડ દેશોમાં ભારતની ઉપરાંત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે, ઇન્ડો પશિફિક ઓસેનમાં ચાઇનાના વધતા ઇન્ફ્લુયન્સને અટકાવવા માટે ક્વોડની રચના થઇ છે. ટ્રમ્પના કાર્યકાળમાં ક્વોડ સમિટ ખુબ જ ગંભીર રીતે જોવાતી હતી.. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બેઠક પર ઓસ્ટ્રેલિયા અને અમેરિકા એટલું ધ્યાન નથી આપી રહ્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.