Bank Holidays In February 2024: જો તમારે બેન્ક સંબંધિત કોઈ કામ હોય તો તેને તરત જ પૂર્ણ કરો. જો તમે આમ નહીં કરો તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ઘણી બધી બેન્ક રજાઓ છે. વર્ષનો પહેલો મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. હવે ફેબ્રુઆરી શરૂ થશે. શનિવાર અને રવિવારની રજાઓ સિવાય ફેબ્રુઆરીમાં બસંત પંચમી, છત્રપતિ શિવાજી જયંતિ વગેરેના કારણે બેન્કોમાં ઘણા દિવસો સુધી રજા રહેશે. ફેબ્રુઆરીના 29 દિવસમાંથી 11 દિવસ બેન્કમાં રજા રહેશે. જોકે, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં માન્ય રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. અહીં અમે તમને રજાઓનું લિસ્ટ આપી રહ્યાં છીએ.
11મી ફેબ્રુઆરીએ રવિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે. અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં 14 ફેબ્રુઆરીએ બસંત પંચમી અથવા સરસ્વતી પૂજાના કારણે બેન્કો બંધ રહેશે. લુઇ-ન્ગાઇ-નીના કારણે 15મી ફેબ્રુઆરીએ ઇમ્ફાલમાં બેન્કોમાં રજા રહેશે. 18મી ફેબ્રુઆરી રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે. મુંબઈમાં 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી જયંતિના કારણે બેન્કો બંધ રહેશે. આઇઝોલ અને ઇટાનગરમાં 20 ફેબ્રુઆરીએ સ્ટેટ ડેના કારણે બેન્કો બંધ રહેશે. 24મી ફેબ્રુઆરી એટલે કે બીજા શનિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે. 25 ફેબ્રુઆરી રવિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે. ન્યોકુમના કારણે 26 ફેબ્રુઆરીએ ઇટાનગરમાં બેન્કોમાં રજા રહેશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, તમામ રાજ્યોની રજાઓની યાદી અલગ-અલગ હોય છે. આ રજાઓનું સંપૂર્ણ લિસ્ટ આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે, જેમાં રાજ્યો અનુસાર વિવિધ તહેવારો અને રજાઓની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. જો કે, જો તમે બેન્કની ઓનલાઈન સેવાનો ઉપયોગ કરો છો, તો બેન્ક બંધ હોવા છતાં તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તમે મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગની મદદથી તમારું કામ પૂર્ણ કરી શકો છો.