Bank of Maharashtra Home Loan Rate: બેન્ક ઓફ મહારાષ્ટ્રે નવા વર્ષમાં કસ્ટમર્સને ભેટ આપી છે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BOM) એ તેના હોમ લોનના દરમાં 15 બેસિસ પોઈન્ટ એટલે કે 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. બેન્ક 8.35 ટકાના દરે હોમ લોન આપી રહી છે. બેન્કે હોમ લોન પર પ્રોસેસિંગ ફી પણ માફ કરી દીધી છે. હોમ લોનમાં ઓછા વ્યાજ દરો અને પ્રોસેસિંગ ફીમાં મુક્તિનો બેવડો લાભ વધુને વધુ કસ્ટમર્સને આકર્ષિત કરશે.