સ્પર્ધાત્મક દરો: બજાજ ફાઇનાન્સ રજૂ કરે છે ફિક્સ ડિપોઝિટ ઉપર પ્રતિ વર્ષ 8.85% સુધીના આકર્ષક વ્યાજ દરો
રોકાણકર્તાઓ પોતાના રોકાણ અને નાણાકીય લક્ષ્યાંકો સાથે સુસંગત હોય તેવો 12 થી 60 મહિના સુધીની અવધીમાંથી પસંદગી કરી શકે છે. આથી, ભલે તમે ટૂંકા-ગાળાના લાભની આશા રાખી રહ્યાં હોવ કે લાંબા ગાળા માટે આયોજન કરી રહ્યાં હોવ, બજાજ ફાઇનાન્સ તમારી વૈવિધ્યપૂર્ણ રોકાણ જરૂરિયાતોને અનુકૂળ હોય તેવા સમયગાળો ઉપલબ્ધ કરાવે છે.
"ડિજિટલ ફિક્સ ડિપોઝિટ (FD)" તરીકે ઓળખાતો FDનો નવો પ્રકાર, જે આકર્ષક વ્યાજ દરોની સાથે પ્રભાવશાળી સ્પર્ધાત્મક વિશિષ્ટતા પૂરી પાડે છે.
તમારી મહેનતની કમાણીથી કરેલી બચતની વૃદ્ધિ કરવા માટે સુરક્ષિત અને વળતરયુક્ત રોકાણ વિકલ્પો તપાસવા ખૂબ જ જરૂરી છે. બજાજ ફાઇનાન્સ બધાથી અલગ જ તરી આવે છે કારણ કે તે રજૂ કરે છે "ડિજિટલ ફિક્સ ડિપોઝિટ (FD)" તરીકે ઓળખાતો FDનો નવો પ્રકાર, જે આકર્ષક વ્યાજ દરોની સાથે પ્રભાવશાળી સ્પર્ધાત્મક વિશિષ્ટતા પૂરી પાડે છે.
બજાજ ફાઇનાન્સ ફિક્સ ડિપોઝિટની મુખ્ય વિશેષતાઓ:
1. આકર્ષક વ્યાજ દરો: બજાજ ફાઇનાન્સ FD ઉપર પ્રતિ વર્ષ 8.85% સુધીના સ્પર્ધાત્મક વ્યાજ દરો ઉપલબ્ધ કરે છે, જે તેને પોતાના રોકાણો ઉપર સ્થિર વળતર મેળવવા ઇચ્છી રહેલા વ્યક્તિઓ માટે આકર્ષક પસંદગી બનાવે છે. આ દરો પરંપરાગત બચત એકાઉન્ટની સરખામણીમાં ખૂબ જ વધારે છે, જે સંપતિના સર્જન માટે એક શ્રેષ્ઠ તક પૂરી પાડે છે.
2. સુગમતાયુક્ત સમયગાળો: રોકાણકર્તાઓ પોતાના રોકાણ અને નાણાકીય લક્ષ્યાંકો સાથે સુસંગત હોય તેવો 12 થી 60 મહિના સુધીની અવધીમાંથી પસંદગી કરી શકે છે. આથી, ભલે તમે ટૂંકા-ગાળાના લાભની આશા રાખી રહ્યાં હોવ કે લાંબા ગાળા માટે આયોજન કરી રહ્યાં હોવ, બજાજ ફાઇનાન્સ તમારી વૈવિધ્યપૂર્ણ રોકાણ જરૂરિયાતોને અનુકૂળ હોય તેવા સમયગાળો ઉપલબ્ધ કરાવે છે.
3. ઑનલાઇન એપ્લિકેશન અને મેનેજમેન્ટ: રોકાણકર્તાઓ સુગમતાયુક્ત રીતે તેમની FD માટે ઑનલાઇન અરજી કરી શકે છે અને સંચાલિત કરી શકે છે, જે સમય બચાવે છે અને ઝંઝટ-મુક્ત અનુભવની ખાતરી પૂરી પાડે છે. તે પેપરવર્ક અને બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂરિયાતમાંથી મુક્તિ આપે છે.
4. વરિષ્ઠ નાગરિકને ઉપલબ્ધ લાભો: બજાજ ફાઇનાન્સ જુદા-જુદા રોકાણકર્તાઓની જરૂરિયાતોને આવરી લેતી આવશ્યકતા સ્વીકારે છે. વરિષ્ઠ નાગરિકોને વધારાનો લાભ, જેમ કે પ્રતિ વર્ષ 0.25% સુધી વધારે વ્યાજ દર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ તેમને તેમના નિવૃત્તિના વર્ષોમાં વધુ સારી નાણાકીય સ્થિરતા પૂરી પાડે છે.
મહત્ત્વની હકીકતો: 5 લાખથી વધારે ડિપોઝિટકર્તાઓએ CRISIL AAA/STABLE અને [ICRA]AAA(STABLE) રેન્કિંગ ધરાવતી બજાજ ફાઇનાન્સ FD ઉપર પોતાનો ભરોસો વ્યક્ત કર્યો છે અને FDમાં ₹50,000 કરોડથી વધારે રકમ ડિપોઝિટ કરી છે.
બજાજ ફાઇનાન્સ ડિજિટલ FDની સમજણ
નાણાકીય ક્ષેત્રમાં ભરોસાપાત્ર નામ બજાજ ફાઇનાન્સે ડિજિટલ ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખાતી FDનો નવો પ્રકાર રજૂ કર્યો છે. ડિપોઝિટકર્તાઓ નવી ડિજિટલ FD માત્ર (બજાજ ફિનસર્વ વેબસાઇટ અને એપ મારફતે) ઑનલાઇન વિકલ્પ પસંદ કરી શકે છે અને આ ડિજિટલ FD માત્ર 42 મહિનાના સમયગાળા ઉપર લાગુ પડે છે.
તે ડિજિટલ વ્યવહારોની સુગમતા સાથે ફિક્સ ડિપોઝિટની વિશ્વસનીયતાનો સમન્વય છે. તે ફુગાવાનો સામનો કરવા અને સલામતી સાથે બાંધછોડ કર્યા વગર તેમની બચતોની વૃદ્ધિની સરળ રીત પૂરી પાડે છે.
બજાજ ફાઇનાન્સ ડિજિટલ FD વિ. અન્ય રોકાણ સ્થાનો:
1. ઊચ્ચ વળતર: બજાજ ફાઇનાન્સ ડિજિટલ FD પરંપરાગત બચત સાધનોની સરખામણીમાં શ્રેષ્ઠ વળતર પૂરી પાડીને પોતાની બચતનો મહત્તમ લાભ મેળવવા ઇચ્છી રહેલા રોકાણકર્તાઓ માટે તેને આદર્શ પસંદગી બનાવે છે.
2. સ્થિરતા અને અનુમાનક્ષમતા: બજારના ચઢાવ-ઉતાર વચ્ચે, ફિક્સ ડિપોઝિટની સ્થિરતા અને અનુમાનક્ષમતા તેમને ઓછું જોખમ લેવા ઇચ્છતા રોકાણકારો માટે સુરક્ષાની ખાતરી આપે છે. બજાજ ફાઇનાન્સ ડિજિટલ FD સ્પર્ધાત્મક વ્યાજ દરો સાથે આ સ્થિરતાનું સંયોજન પૂરું પાડે છે.
3. ડિજિટલ પ્લેટફોર્મની સુગમતા: ડિજિટલ અભિગમ માત્ર અરજીની પ્રક્રિયાને જ સુગ્રથિત બનાવતું નથી પરંતુ રોકાણકારોને પોતાના ઘરે બેસીને સુવિધાયુક્ત રીતે પોતાના રોકાણ ઉપર દેખરેખ રાખવાની અને તેનું સંચાલન કરવાની સુવિધા આપે છે.
શરૂઆત કેવી રીતે કરવી?
બજાજ ફાઇનાન્સ ડિજિટલ FDમાં રોકાણ કરવું ખૂબ જ આસાન પ્રક્રિયા છે. આ સરળ ચરણો અનુસરો:
1. બજાજ ફાઇનાન્સ વેબસાઇટ અથવા એપની મુલાકાત લો
2. ફિક્સ ડિપોઝિટ વિભાગ પર જાઓ
3. ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ ખોલવા માટે પેજની ઉપરની તરફ 'FD ખોલો' ઉપર ક્લિક કરો
4. તમારો 10 અંકોનો મોબાઇલ નંબર દાખલ કરો અને તમારા ફોન ઉપર મોકલવામાં આવેલો OTP ચકાસો.
5. રોકાણની રકમ ભરો, રોકાણનો સમયગાળો અને ચૂકવણીની સમયગાળો પસંદ કરો. તમારો PAN કાર્ડ અને જન્મ તારીખ દાખલ કરો.
6. તમારું KYC પૂર્ણ કરો: જો તમે પ્રવર્તમાન ગ્રાહક છો તો અમારી પાસે રહેલી વિગતોની પુષ્ટિ કરો અથવા કોઇ ફેરફાર કરવા માટે એડિટ કરો. નવા ગ્રાહકો માટે, આધાર કાર્ડનો ઉપયોગ કરીને તમારું KYC પૂર્ણ કરો.
7. એકરાર પ્રદર્શિત કરવામાં આવશે. કૃપા કરીને તેને ધ્યાનપૂર્વક વાંચો અને નિયમો અને શરતો સાથે સંમત થાઓ. તમારી બેન્ક વિગતો દાખલ કરો અને ચૂકવણી માટે આગળ વધો.
8. નેટ બેન્કિંગ/ UPI અથવા NEFT/ RTGSનો ઉપયોગ કરીને તમારું રોકાણ પૂર્ણ કરો.
એકવખત તમારી ફિક્સ ડિપોઝિટ બૂક થઈ ગયા પછી તમને તમારા નોંધાયેલા ઇમેલ એડ્રેસ અને તમારા મોબાઇલ નંબર ઉપર લિંકના સ્વરૂપમાં ફિક્સ ડિપોઝિટ એક્નોલેજમેન્ટ (FDA) પ્રાપ્ત થશે.
ધ્યાનમાં લેવાના પરિબળો
બજાજ ફાઇનાન્સ ડિજિટલ FDમાં રોકાણ કરતાં પહેલા નીચેના પરિબળો ધ્યાનમાં લોઃ
• નાણાકીય લક્ષ્યાંકો: તમારા નાણાકીય લક્ષ્યાંકો સ્પષ્ટપણે નિર્ધારિત કરો અને તેને પ્રાપ્ત કરવામાં ફિક્સ ડિપોઝિટની ભૂમિકા જૂઓ. બજાજ ફાઇનાન્સ ટૂંકા-ગાળા અને લાંબા-ગાળાના લક્ષ્યાંકોને પૂર્ણ કરી શકે તેવી અવધી ઉપલબ્ધ કરાવે છે.
• જોખમ લેવાની ક્ષમતા: તમારી રોકાણ પ્રોફાઇલ સાથે ફિક્સ ડિપોઝિટ સુસંગત છે તેની ખાતરી કરવા માટે તમારી જોખમ લેવાની ક્ષમતાનું આકલન કરો. એકતરફ જ્યારે FD ઓછું જોખમ ધરાવે છે ત્યારે તમારી સુગમતાનું સ્તર સમજવું આવશ્યક છે.
• સમયગાળાની પસંદગી: તમારી પ્રવાહિતાની જરૂરિયાત અને સમયગાળા મુજબ સમજદારીપૂર્વક FDની અવધીની પસંદગી કરો જે સમયગાળા માટે તમે સુગમતાયુક્ત રીતે તમારા ભંડોળનું રોકાણ કરી શકો છો.
સમાપન
જ્યારે ફિક્સ-રોકાણ ધરાવતાં રોકાણોની વાત આવે ત્યારે આકર્ષક વ્યાજ દરો ધરાવતી બજાજ ફાઇનાન્સની ડિજિટલ FD એક શ્રેષ્ઠતમ પસંદગી તરીકે ઉભરી આવી છે. તે સ્થિરતા, સુરક્ષા અને સુગમતાનું સંયોજન છે.
તમે એક અનુભવી રોકાણકર્તા છો કે નવા રોકાણકર્તા અથવા માત્ર રોકાણના નવા વિકલ્પોની સંભાવનાઓ તપાસી રહ્યાં છો, સુરક્ષિત અને વળતરયુક્ત નાણાકીય ભવિષ્ય માટે બજાજ ફાઇનાન્સ ડિજિટલ FD એક સ્માર્ટ પસંદગી છે.