EPFO Interest Rate: EPFOએ તો આપી દીધી છે મંજૂરી પણ ક્યારે તમારા PF ખાતામાં થશે વધેલું વ્યાજ? જાણો સંપૂર્ણ વિગતો | Moneycontrol Gujarati
Get App

EPFO Interest Rate: EPFOએ તો આપી દીધી છે મંજૂરી પણ ક્યારે તમારા PF ખાતામાં થશે વધેલું વ્યાજ? જાણો સંપૂર્ણ વિગતો

EPFO Interest Rate: EPFO​​એ 2023-24 માટે PF પરના વ્યાજને મંજૂરી આપી દીધી છે. હવે PF પર વ્યાજ દર 3 વર્ષમાં સૌથી વધુ થઈ ગયા છે.

અપડેટેડ 01:14:54 PM Feb 15, 2024 પર
Story continues below Advertisement
EPFO Interest Rate: EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક યોજાઈ હતી

EPFO Interest Rate: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ PF પર વ્યાજ વધારવાની મંજૂરી આપી દીધી છે. આ પછી હવે 7 કરોડથી વધુ લોકોને વ્યાજદરમાં વધારાનો લાભ મળવાનો છે. EPFOએ PF ખાતાધારકો માટે 8.25 ટકા વ્યાજ મંજૂર કર્યું છે. હવે કરોડો પીએફ ખાતાધારકો તેમના પીએફ ખાતામાં વ્યાજના નાણાં જમા થવાની રાહ જોઈ રહ્યા છે.

અગાઉ આટલું વ્યાજ મળતું હતું

10 ફેબ્રુઆરી, શનિવારના રોજ, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક યોજાઈ હતી. બેઠક પછી, એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે CBTએ નાણાકીય વર્ષ 2023-24 માટે PF પર 8.25 ટકાના દરે વ્યાજ દરને મંજૂરી આપી છે. અગાઉ, પીએફ ખાતાધારકોને નાણાકીય વર્ષ 2022-23માં 8.15 ટકા અને 2021-22માં 8.10 ટકાના દરે વ્યાજ મળતું હતું. આ રીતે હવે પીએફ પરનું વ્યાજ વધીને 3 વર્ષમાં સૌથી વધુ થઈ ગયું છે.


આ વખતે વધુ પૈસા મળશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે EPFOએ આ વખતે વધુ કમાણી કરી છે, તેથી PF ખાતાધારકોને વધુ વ્યાજનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે EPFO ​​કુલ 1.07 લાખ કરોડ રૂપિયા વ્યાજ તરીકે વહેંચવા જઈ રહ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે EPFO ​​સબસ્ક્રાઇબર્સને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવા જઈ રહ્યું છે.

આ રીતે EPFOમાં​​ કમાણી

EPFO સામાજિક સુરક્ષા ફંડ પીએફનું સંચાલન કરે છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે PF સૌથી મોટી સોશિયલ સિક્યોરિટી છે. હાલમાં સમગ્ર દેશમાં તેના 7 કરોડથી વધુ કસ્ટમર્સ છે. EPFO પાસે હાલમાં લગભગ 13 લાખ કરોડ રૂપિયા જમા છે. EPFO આ ફંડને શેરબજાર સહિત વિવિધ સ્થળોએ રોકાણ કરીને પૈસા કમાય છે અને કમાયેલા પૈસા વ્યાજના રૂપમાં સબસ્ક્રાઇબર્સને પરત કરવામાં આવે છે. EPFO દ્વારા વર્ષમાં બે વાર વ્યાજના નાણાં સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા થાય છે.

જોવી પડશે થોડી રાહ

EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે પીએફ ખાતાધારકો વ્યાજના પૈસા જમા થવાની રાહ જોઈ રહ્યા છે. CBTની મંજૂરી પછી, વ્યાજ દર પર લેવાયેલા નિર્ણય માટે નાણા મંત્રાલયની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. નાણા મંત્રાલય તરફથી અંતિમ મંજૂરી મળ્યા પછી, ગેજેટમાં વ્યાજ દરો સૂચિત કરવામાં આવે છે, ત્યારબાદ વ્યાજના નાણાં ખાતામાં મોકલવામાં આવે છે. મતલબ કે લોકોએ વ્યાજના પૈસા માટે થોડી રાહ જોવી પડશે.

તમે આ રીતે બેલેન્સ ચેક કરી શકો છો

સબ્સ્ક્રાઇબર્સને આ વિશે મેસેજ એલર્ટ દ્વારા જાણ કરવામાં આવે છે. પીએફ ખાતાધારકો તેમની બેલેન્સ પણ ચકાસી શકે છે અને પીએફ વ્યાજની રકમ વિશે માહિતી મેળવી શકે છે. આ માટે પીએફ ખાતાધારકોને ઘણા વિકલ્પો મળે છે. EPFOની વેબસાઈટમાં સીધા જ લોગઈન કરીને ખાતાની વિગતો ચકાસી શકાય છે. ઉમંગ એપ દ્વારા બેલેન્સ ચેક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સિવાય મિસ્ડ કોલ અને મેસેજ દ્વારા પણ બેલેન્સ ચેક કરી શકાય છે.

આ પણ વાંચો - Farmers Protest Reason: શું MSPને કાયદાનું સ્વરૂપ આપવું શક્ય નથી, ખેડૂતોની માંગણી કેમ નથી માની રહી સરકાર?

MoneyControl News

MoneyControl News

First Published: Feb 15, 2024 1:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.