FASTag KYC Update: આવતીકાલથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. નવા નિયમો માર્ચના પ્રથમ દિવસથી અમલમાં આવશે
FASTag KYC Update: આવતીકાલથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. નવા નિયમો માર્ચના પ્રથમ દિવસથી અમલમાં આવશે, જેના વિશે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવતીકાલથી ફાસ્ટેગના નિયમો પણ બદલાઈ રહ્યા છે. FASTag માટે KYC કરાવવાનો આજે છેલ્લો દિવસ છે, જો તમે આજે KYC નહીં કરાવો તો તમારે ડબલ ટોલ ચૂકવવો પડી શકે છે.
નોંધનીય છે કે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) એ FASTagની KYC વિગતો અપડેટ કરવા માટે 29 ફેબ્રુઆરીની સમયમર્યાદા નક્કી કરી છે. જો તમે આવું નહીં કરો તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આવું ન થાય તે માટે, અમે તમને જણાવીએ છીએ કે તમે ઘરે બેઠા FASTagનું KYC કેવી રીતે અપડેટ કરી શકો છો.
FASTagનું KYC આજે જ અપડેટ કરો, નહીં તો...
NHAIએ ચેતવણી આપી છે કે જો આ કામ સમયમર્યાદા સુધીમાં કરવામાં નહીં આવે તો તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, તમારે ડબલ ટોલ ટેક્સ પણ ચૂકવવો પડી શકે છે. આપને જણાવી દઈએ કે પહેલા FASTagના KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી હતી, જેને વધારીને 29 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.
NHAI એ એક જ વ્હીકલ માટે અનેક FASTags જાહેર કરવા અને યોગ્ય KYC વિના FASTags જાહેર કરવાના તાજેતરના અહેવાલોના જવાબમાં આ નિર્ણય લીધો હતો જે આરબીઆઈની જરૂરિયાતો વિરુદ્ધ ગણવામાં આવે છે. જો તમે હજુ સુધી FASTag નું KYC અપડેટ કર્યું નથી, તો તમે આ સ્ટેપ્સ દ્વારા ઘરે બેસીને આ કામ કરી શકો છો.
આ રીતે FASTag KYC અપડેટ કરો-

- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, પાસવર્ડ અથવા OTPનો ઉપયોગ કરીને IHMCL ગ્રાહક પોર્ટલ પર લૉગિન કરો.
- ડેશબોર્ડની બાજુના મેનૂમાં વિગતો જોવા માટે ‘માય પ્રોફાઇલ' ઓપ્શન સિલેક્ટ કરો.
- પછી ‘માય પ્રોફાઇલ' પેજ પર 'KYC' પર ક્લિક કરો.
- ‘KYC' સેક્સનમાં ‘કસ્ટમર ટાઇપ' સિલેક્ટ કરો.
- ત્યારબાદ આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને એડ્રેસ પ્રૂફ મુજબ તમામ જરૂરી ફીલ્ડ્સ ભરો.
- તમારા ડોક્યુમેન્ટ્સ ઓરિજનલ છે તેના કન્ફોર્મેશન નોટિફિકેશન પર ટિક કરવાનું ભૂલશો નહીં.
- KYC અપગ્રેડ માટે તમારી વિનંતી મોકલવામાં આવશે, ત્યારબાદ તમારું કામ મેક્સિમ 7 દિવસમાં થઈ જશે.
- ટ્રૅક રેકોર્ડ રાખવા માટે, તમે ‘માય પ્રોફાઇલ' પેજ પર KYC મોનિટર કરી શકો છો.