Loan Apps: ગૂગલે પ્લે સ્ટોરમાંથી 17 ફ્રોડ લોન એપ કરી ડિલીટ, શું તમે તો તેનો ઉપયોગ નથી કરી રહ્યા ને? | Moneycontrol Gujarati
Get App

Loan Apps: ગૂગલે પ્લે સ્ટોરમાંથી 17 ફ્રોડ લોન એપ કરી ડિલીટ, શું તમે તો તેનો ઉપયોગ નથી કરી રહ્યા ને?

રિસર્ચર્સ એવી 17 લોન એપ મળી છે જે ગૂગલ પ્લે સ્ટોર પર લોકોનો સેન્સેટિવ ડેટા ખોટી રીતે એકત્રિત કરી રહી હતી. અમે અહીં આ એપ્સની યાદી શેર કરી રહ્યા છીએ.

અપડેટેડ 11:41:03 AM Dec 08, 2023 પર
Story continues below Advertisement
ESET રિસર્ચર્સને ગૂગલ પ્લે સ્ટોર પર આવી 17 એપ્સ મળી જે ખોટી રીતે લોકોના પર્સનલ ડેટાની ચોરી કરતી હતી

Loan Apps: ESET રિસર્ચર્સને ગૂગલ પ્લે સ્ટોર પર આવી 17 એપ્સ મળી જે ખોટી રીતે લોકોના પર્સનલ ડેટાની ચોરી કરતી હતી અને આ એપ્સે પોતાની ઓળખ અસલી લોન એપ્સ તરીકે કરી હતી. રિપોર્ટના આધારે ગૂગલે પ્લે સ્ટોર પરથી તમામ એપ્સ હટાવી દીધી છે. ભારત સહિત અન્ય દેશોમાં લોકો આ એપ્સનો ઉપયોગ કરતા હતા. જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને તરત જ ડિલીટ કરો. ESET સંશોધકોના જણાવ્યા અનુસાર, આ એપ્સને દૂર કર્યા પહેલા 12 મિલિયન લોકોએ ડાઉનલોડ કરી હતી.

ESET સંશોધક લુકાસ સ્ટેફાન્કોએ જણાવ્યું હતું કે, આ એપ્સ દ્વારા છેતરપિંડી કરનારાઓ એવા લોકોને ટાર્ગેટ કરે છે જેઓ લોન એપ્સ પર વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવા અને તેમની અંગત માહિતી મેળવવા માટે ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સંશોધકોએ જણાવ્યું કે આ લોકો લોન એપ દ્વારા લોકોને બ્લેકમેલ કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા. મુખ્યત્વે આ એપ્સ મેક્સિકો, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, ભારત, પાકિસ્તાન, કોલંબિયા, પેરુ, ફિલિપાઈન્સ, ઈજીપ્ત, કેન્યા, નાઈજીરીયા અને સિંગાપોરમાં ઓપરેટ કરવામાં આવી હતી.

ગૂગલે આ એપ્સ ડિલીટ કરી છે


AA Kredit

Amor Cash

GuayabaCash

EasyCredit

Cashwow

CrediBus

FlashLoan

PréstamosCrédito

Préstamos De Crédito-YumiCash

Go Crédito

Instantáneo Préstamo

Cartera grande

Rápido Crédito

Finupp Lending

4S Cash

TrueNaira

EasyCash

જરૂરિયાત કરતાં વધુ વ્યાજ વસૂલવામાં આવે છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સને બ્લેકમેલ કરવા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા ઉપરાંત આ લોકો લોન પર નક્કી કરેલી રકમ કરતાં વધુ વ્યાજ પણ વસૂલતા હતા અને લોકોને પરેશાન કરતા હતા. કેટલાક સંજોગોમાં, લોકોને લોનની ચુકવણી માટે 91 દિવસને બદલે 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને લોનની વાર્ષિક કિંમત (TAC) 160 ટકાથી 340 ટકાની વચ્ચે હતી, જે ખૂબ ઊંચી છે. આ એપ્સ ડાઉનલોડ કરતી વખતે, યુઝર્સને વિવિધ પરવાનગીઓ માટે પૂછવામાં આવ્યું હતું જેથી ઉપકરણ પર સાચવેલી માહિતીને એક્સેસ કરી શકાય.

આ પણ વાંચો - Bank 5 Day Working: બેન્કમાં હવે 5 દિવસ જ થશે કામ, દરેક શનિવારે પણ રહેશે રજા, જાણો સંસદમાં સરકારે શું જણાવ્યો પ્લાન

MoneyControl News

MoneyControl News

First Published: Dec 08, 2023 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.