ત્વરિત લોન તમને તાત્કાલિક ખર્ચનું મેનેજમેન્ટ કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે | Moneycontrol Gujarati
Get App

ત્વરિત લોન તમને તાત્કાલિક ખર્ચનું મેનેજમેન્ટ કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે

નાની ત્વરિત લોનના પ્રાથમિક ફાયદાઓ પૈકી એક તેમની ઝડપી સુલભતા છે. પરંપરાગત લોન પ્રક્રિયાઓમાં ઘણી વખત અનેક પેપર્સ રજૂ કરવા પડે છે અને તેને મંજૂર થતાં લંબો સમય લાગે છે, જે તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો માટે અવ્યવહારુ છે.

અપડેટેડ 02:14:59 PM Jan 31, 2024 પર
Story continues below Advertisement
ત્વરિત લોન તમને કટોકટી ચેતવણી આપ્યા વિના આવી પરિસ્થિતિનું મેનેજમેન્ટ કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે અહી દર્શાવવામાં આવ્યું છે.

કોઈ પણ જાતની કટોકટી ચેતવણી આપ્યા વિના તમને આવી શકે છે. ત્વરિત લોન તમને આવી પરિસ્થિતિનું મેનેજમેન્ટ કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે અહી દર્શાવવામાં આવ્યું છે.

નાણાકીય તંગી અથવા અણધાર્યા ખર્ચની પરિસ્થિતિમાં, ઘણી વ્યક્તિઓ તેમની તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાની ત્વરિત લોન લેવી કે કેમ તે અંગે સતત વિચારતી હોય છે. ઘણી વાર આવી લોન મેળવવાની સગવડ અને સરળતા તમને લલચાવી શકે છે, માટે આવો કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના લાભ અને ગેરલાભ અંગે કાળજીપૂર્વક ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

• ઉપલ્બધતા


નાની ત્વરિત લોનના પ્રાથમિક ફાયદાઓ પૈકી એક તેમની ઝડપી સુલભતા છે. પરંપરાગત લોન પ્રક્રિયાઓમાં ઘણી વખત અનેક પેપર્સ રજૂ કરવા પડે છે અને તેને મંજૂર થતાં લંબો સમય લાગે છે, જે તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો માટે અવ્યવહારુ છે. તેનાથી વિપરીત, નાની ત્વરિત લોન, જે ઘણી વખત ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પણ ઉપલબ્ધ હોય છે, તે થોડા કલાકોમાં જ મંજૂર થઈને મળી શકે છે. આ ઝડપી પ્રક્રિયા કટોકટીના સમયમાં જીવનરક્ષક બની શકે છે, અને તે નાણાકીય સમસ્યાઓને દૂર કરે છે.

ઉદાહરણ તરીકે, બજાજ ફાઇનાન્સ ઇન્સ્ટા પર્સનલ લોન પૂર્વ-મંજૂર ઑફર્સ આપવામાં આવે છે - જેનો અર્થ થાય છે ઝડપી અરજી પ્રક્રિયા અને ઝડપી વિતરણ. તમારી લોન ઑફર તપાસવા માટે તમારે માત્ર એક મોબાઇલ નંબર અને OTP ની જરૂર પડે છે. અમુક પસંદગીના ગ્રાહકો તેમના ખાતામાં 30 મિનિટમાં ભંડોળ અને નાણાં મેળવી શકે છે.

• પાત્રતા

વધુમાં, નાની લોનમાં સામાન્ય રીતે પાત્રતાન માપદંડ પણ ન્યૂનતમ હોય છે, અને તેના લીધે તે વસ્તીના વિશાળ વર્ગ માટે સુલભ હોય છે. વિવિધ ક્રેડિટ સ્કોર્સ ધરાવતી વ્યક્તિઓ પણ આવી નાની ત્વરિત લોન માટે પાત્ર હોય શકે છે. જેઓને પરંપરાગત માધ્યમો દ્વારા લોન મેળવવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે એવા લોકો માટે આ એક સક્ષમ વિકલ્પ છે. એ નોંધવું અગત્યનું છે કે પાત્રતાના માપદંડ અને તેની શરતો ધિરાણકર્તા મુજબ અલગ અલગ હોય શકે છે. જો તમારો ધિરાણકર્તા સાથે હાલમાં કોઈ સંબંધ છે, તો તમે પૂર્વ-મંજૂર ઑફરો પણ ચકાસી શકો છો. તેમની ઇન્સ્ટા પર્સનલ લોન દ્વારા, બજાજ ફાઇનાન્સ હાલના ગ્રાહકોને પૂર્વ-મંજૂર ઑફર્સ ઓફર કરે છે, જ્યારે નવા ગ્રાહકો પોતાને માટે પૂર્વ-નિયુક્ત મર્યાદા જનરેટ કરી શકે છે.

• વ્યાજ દરો અને શુલ્ક

જો કે, સ્મોલ ઇન્સ્ટન્ટ લોન્સ નાની ત્વરિત લોનની સુવિધામાં વધુ ખર્ચ થઈ શકે છે. પરંપરાગત લોનની સરખામણીમાં આવી લોન પરના વ્યાજ દરો પ્રમાણમાં વધુ હોઈ શકે છે અને ઋણ લેનારાઓને મુદ્દલ કરતાં વધુ નોંધપાત્ર રકમની ચુકવણી કરવી પડે છે. લોન લેનારાઓએ આ પ્રકારની લોન લેવાની પ્રતિબદ્ધતા પહેલા તેના વ્યાજ દરો અને પુન:ચુકવણીના સમયપત્રક સહિત નિયમો અને શરતોને ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ અને સમજવી જોઈએ એ મહત્વપૂર્ણ છે.

નિષ્કર્ષ એ છે કે, તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નાની ત્વરિત લોનનો વિકલ્પ પસંદ કરવો એ વ્યવહારૂ ઉકેલ છે, ખાસ કરીને કટોકટીના સમયમાં. જો તમને પોતાના માટે તાત્કાલિક નાણાકીય સહાયની જરૂર હોય, તો ઇનસ્ટા પર્સનલ લોન આવા મુશ્કેલ સંજોગોમાં મહત્વપૂર્ણ સપોર્ટ સિસ્ટમ તરીકે કામ આવી શકે છે. તે ઝડપી મંજૂરી, અનુકૂલનક્ષમતા અને સરળ ઍક્સેસ પ્રદાન કરે છે, જે અણધાર્યા ખર્ચમાંથી તાત્કાલિક રાહત મેળવવા ઇચ્છતી વ્યક્તિઓ માટે મૂલ્યવાન છે. લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા અને સુખાકારી માટે જવાબદારીપૂર્વક નાણાકીય નિર્ણય લેવો જરૂરી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 31, 2024 2:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.