બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટ સમજદાર રોકાણકારો માટે કેવી રીતે સ્માર્ટ પસંદગી બની શકે છે
બજાજ ફાઇનાન્સ ડિજિટલ FD એ નવા જમાનાનો રોકાણનો એક વિકલ્પ છે જે રોકાણકારોને ડિજિટલ સુવિધા અને સુગમતા પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ FD ફક્ત બજાજ ફિનસર્વ વેબસાઇટ અને એપ દ્વારા જ ઑનલાઇન બુક અને મેનેજ કરી શકાય છે, જેથી રોકાણકારોના ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લીધા વિના તેમના માટે આ સેવા સુલભ થઇ શકે છે.
બજાજ ફાઇનાન્સ ડિજિટલ FD એ નવા જમાનાનો રોકાણનો એક વિકલ્પ છે જે રોકાણકારોને ડિજિટલ સુવિધા અને સુગમતા પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
જીવનમાં આપણે જેમ જેમ પ્રગતિ કરીએ તેમ, આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું સર્વોપરી જરૂરિયાત બની જાય છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે આપણા ફંડનું સમજદારીપૂર્વક રોકાણ કરવું મહત્વપૂર્ણ હોય છે. ભારતમાં, ફિક્સ્ડ ડિપોઝીટ (FD) યોજનાઓ એક લોકપ્રિય પસંદગી તરીકે ઉભરી આવે છે, જે સંપત્તિમાં વૃદ્ધિ માટેની એક સલામત રીત પૂરી પાડે છે. FD પોતાની વિશ્વસનીયતા માટે જાણીતી છે જે ગેરંટીકૃત વળતર આપે છે. ભારતમાં એક વિશ્વસનીય NBFC બજાજ ફાઇનાન્સ "ડિજિટલ ફિક્સ્ડ ડિપોઝીટ" નામની એક નવા જ પ્રકારની FD રજૂ કરે છે, જે 42 મહિનાના મુદતમાં આપવામાં આવે છે.
બજાજ ફાઇનાન્સ ડિજિટલ FD એ નવા જમાનાનો રોકાણનો એક વિકલ્પ છે જે રોકાણકારોને ડિજિટલ સુવિધા અને સુગમતા પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ FD ફક્ત બજાજ ફિનસર્વ વેબસાઇટ અને એપ દ્વારા જ ઑનલાઇન બુક અને મેનેજ કરી શકાય છે, જેથી રોકાણકારોના ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લીધા વિના તેમના માટે આ સેવા સુલભ થઇ શકે છે.
ડિજિટલ FD વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 8.85% સુધી અને 60 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકો માટે 8.60% સુધીનો વ્યાજદર આપે છે જે બજારમાં સૌથી વધુ વ્યાજદર પૈકી એક છે. આ ઉચ્ચ-વ્યાજદરના કારણે રોકાણકારોને તેમના રોકાણ પર ફુગાવાને હરાવીને વળતર મેળવવામાં મદદ મળે છે.
બજાજ ફાઇનાન્સ દ્વારા FDના વિવિધ પ્રકારના વિકલ્પો પૂરા પાડવામાં આવે છે, જેના વિશે અહીં થોડીક વિગતો આપી છે:
1. સંચિત FD: સંચિત FDમાં, ડિપોઝીટ પર મેળવેલા વ્યાજનું મુદ્દલ રકમ સાથે સમયાંતરે ફરીથી રોકાણ કરવામાં આવે છે. મતલબ કે પાકતી મુદતે, રોકાણકારને મુદ્દલની સાથે-સાથે સંચિત વ્યાજ મળે છે. સંચિત FD સામાન્ય રીતે લાંબા ગાળે સંપત્તિ સર્જન કરવા માંગતા હોય તેવા લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે.
2. બિન-સંચિત FD: બિન-સંચિત FDમાં સમયાંતરે વ્યાજની ચુકવણી કરવામાં આવે છે. રોકાણકાર તેમની ડિપોઝીટ પર ઉપાર્જિત થયેલું વ્યાજ મેળવવા માટે ચુકવણીની ફ્રિક્વન્સી જેમ કે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક વગેરે પસંદ કરી શકે છે. જેઓ નિયમિત આવક મેળવવા માંગતા હોય તેમના માટે બિન-સંચિત FD યોગ્ય છે.
બજાજ ફાઇનાન્સ ડિજિટલ FDમાં રૂ. 5 લાખનું રોકાણ કરીને તમે કેટલું વ્યાજ મેળવી શકો છો તે દર્શાવતું ટેબલ અહીં આપ્યું છે
સંચિતFD (પાકતીમુદતેચુકવણી)
FDનીરકમ
રોકાણનીમુદત
વ્યાજદર
કુલઉપાર્જિતવ્યાજ
પાકતીમુદતેકુલરકમ
60 વર્ષ ઓછી ઉંમરના ગ્રાહકો
રૂ. 5,00,000
42 મહિના
8.60% પ્રતિ વર્ષ
રૂ. 1,67,382
રૂ. 6,67,382
વરિષ્ઠ નાગરિકો
રૂ. 5,00,000
42 મહિના
8.85% પ્રતિ વર્ષ
રૂ. 1,72,774
રૂ. 6,72,774
બિન-સંચિતFD (વાર્ષિકચુકવણી)
FDનીરકમ
રોકાણનીમુદત
વ્યાજદર
કુલઉપાર્જિતવ્યાજ
પાકતીમુદતેકુલરકમ
60 વર્ષ ઓછી ઉંમરના ગ્રાહકો
રૂ. 5,00,000
42 મહિના
8.60% પ્રતિ વર્ષ
રૂ. 1,50,500
રૂ. 6,50,500
વરિષ્ઠ નાગરિકો
રૂ. 5,00,000
42 મહિના
8.85% પ્રતિ વર્ષ
રૂ. 1,54,875
રૂ. 6,54,875
તમારે શા માટે બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટ અંગે વિચાર કરવો જોઇએ?
બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટ ક્રિસિલ અને ICRA જેવી પ્રતિષ્ઠિત નાણાકીય એજન્સીઓ તરફથી AAA રેટિંગ ધરાવે છે, જે દેશમાં પ્રાપ્ય ઉચ્ચતમ સલામતી રેટિંગને ચિહ્નિત કરે છે. આ ટોચના સ્તરનું રેટિંગ રોકાણકારો માટે સલામતી અને સુરક્ષાનું સ્તર નોંધપાત્ર હોવાની ખાતરી આપે છે. તેમાં કોઇ જ આશ્ચર્યની વાત નથી કે, 5 લાખથી વધુ ગ્રાહકોએ બજાજ ફાઇનાન્સ પર ભરોસો મૂક્યો છે અને તેમને રૂ. 50,000 કરોડથી વધુની ડિપોઝીટ સોંપી છે.
બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટમાં કેવી રીતે રોકાણ કરવું?
1. બજાજ ફિનસર્વ મોબાઇલ અથવા એપની મુલાકાત લો
2. રોકાણ સેક્શન પર જાઓ અને ફિક્સ્ડ ડિપોઝીટ પર ક્લિક કરો
3. આ પેજની ટોચ પર નેવિગેટ કરો અને 'Open FD' પર ક્લિક કરો
4. તમારો 10-અંકનો મોબાઇલ નંબર દાખલ કરો અને તમારા મોબાઇલ નંબર પર મોકલેલા OTPથી ચકાસણી કરો
5. રોકાણની રકમ, રોકાણની મુદત અને ચુકવણીની ફ્રિક્વન્સી જેવી તમામ વિગતો આપો. તમારા પાન (PAN) કાર્ડની વિગતો અને જન્મ તારીખ દાખલ કરો.
6. તમારી KYC જરૂરિયાતો પૂરી કરો: હાલના ગ્રાહકો માટે, હાલની વિગતો ચકાસો અથવા કોઇપણ ફેરફારો કરો. નવા ગ્રાહકો આધારનો ઉપયોગ કરીને KYC પૂર્ણ કરી શકે છે
7. સ્ક્રીન પર એક ઘોષણા બતાવવામાં આવશે, તેની કાળજીપૂર્વક સમીક્ષા કરો તેમજ નિયમો અને શરતો સાથે સંમત થાઓ. તમારી બેંકની વિગતો દાખલ કરો અને ચુકવણી કરવા માટે આગળ વધો
8. ટ્રાન્ઝેક્શન કરવા માટે નેટ બેન્કિંગ/UPI અથવા NEFT/RTGSનો ઉપયોગ કરીને તમારું રોકાણ પૂરું કરો
બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટ ખોલવા માટે જરૂરી દસ્તાવેજો
બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટ એ રોકાણકારો માટે સલામત અને આકર્ષક રોકાણની તકો મેળવવા માટે એક સ્માર્ટ પસંદગી છે. બજાજ ફાઇનાન્સ FD દ્વારા આપવામાં આવતા સારા-વ્યાજ દરો, એપ્લિકેશનની ઝંઝટ-મુક્ત પ્રક્રિયા અને તેના ઉચ્ચતમ સલામતી રેટિંગના કારણે તે રોકાણકારો માટે એક ભરોસાપાત્ર વિકલ્પ છે.
તમારા વળતરમાં વૃદ્ધિ કરવા અને જોખમ ઘટાડવા માટે રોકાણનો યોગ્ય વિકલ્પ પસંદ કરવો મહત્વપૂર્ણ છે અને બજાજ ફાઇનાન્સ ડિજિટલ ફિક્સ્ડ ડિપોઝીટ બેશકપણે સંપત્તિમાં વૃદ્ધિ કરવા માંગતા કોઇપણ રોકાણકાર માટે એક સમજદારીભરી પસંદગી છે.
યાદ રાખો, આજે માહિતીસભર પસંદગીઓ કરવાથી આવતીકાલે આર્થિક રીતે સ્થિરતા આવી શકે છે.