Income Tax Saving Rule: પગાલ 10 લાખથી વધારે, હજુ પણ એક રૂપિયા નહીં લાગશે ઈન્કમ ટેક્સ | Moneycontrol Gujarati
Get App

Income Tax Saving Rule: પગાલ 10 લાખથી વધારે, હજુ પણ એક રૂપિયા નહીં લાગશે ઈન્કમ ટેક્સ

વધું કમાણી પર લોકોએ ટેક્સ સ્લેબ (Tax Slab)ના અનુસાર ટેક્સ ચૂકવવો પડશે. ઓલ્ડ ટેક્સ રિજીમના હેઠળ ઈનકમ ટેક્સ રૂલ્સ (income Tax rules) કહે છે કે વર્ષના 2.5 લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડશે.

અપડેટેડ 01:00:28 PM Feb 16, 2024 પર
Story continues below Advertisement

ટેક્સ સેવિંગ (Tax Saving)ની સિઝન આવી ગઈ છે. વધુ કમાણી કરનારા લોકો ટેક્સ બચાવવા માટે સંઘર્ષ કરવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે નવી ટેક્સ રિજીમ (New Tax Regime)ના હેઠળ 7 લાખ રૂપિયા સુધીના કમાણી પર ટેક્સ છૂટ આપી શકે છે, જ્યારે 5 લાખ રૂપિયા સુધી વર્ષના આધાર પર ઈનકમ પર ઓલ્ડ ટેક્સ રિજીમ (old Tax regime)ના હેઠળ છૂટ આપવામાં આવી છે. પરંતુ જો તમારી વાર્ષિક આવક આ બન્ને લિમિટથી વધુ છે તો તમને ટેક્સ આપવું પડે છે.

વધું કમાણી પર લોકોએ ટેક્સ સ્લેબ (Tax Slab)ના અનુસાર ટેક્સ ચૂકવવો પડશે. ઓલ્ડ ટેક્સ રિજીમના હેઠળ ઈનકમ ટેક્સ રૂલ્સ (income Tax rules) કહે છે કે વર્ષના 2.5 લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડશે. 2.5-5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા ટેક્સની જોગવાઈ છે. જ્યારે 5-10 લાખ રૂપિયાની વર્ષના આધાર પર આવક પર 20 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે 10 લાખ અને તેનાથી વધુની વર્ષના આધાર પર 30 ટકા ટેક્સ સ્લેબ (Tax Slab) છે.

10.50 લાખની ઈનકમ પર પણ બચાવી શકાય છે ટેક્સ


આ મુજબ જો તમારી વર્ષના આધાર પર આવક 10 લાખ રૂપિયા છે તો તમારે 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો કે, જો તમે ઈચ્છો છો, તો તમારે એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો નહીં પડશે. એટલું જ નહીં જો તમારો પગાર 10.50 લાખ રૂપિયા હોય તો પણ તમે રોકાણ કરીને અને છૂટનો લાભ લઈને ટેક્સની સંપૂર્ણ રકમ બચાવી શકો છો.

કેવી રીતે બચાવી શકો છો 10.50 લાખ ઈનકમ પર ટેક્સ?

1. સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે 50 હજાર રૂપિયા સુધીની છૂટ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં હવે 10 લાખ રૂપિયા પર ટેક્સ લાગશે.

2. PPF, EPF, ELSS, NSC જેવી સ્કીમમાં રોકાણ કરવા ઇનકમ ટેક્સની કલમ 80Cના હેઠળ 1.5 લાખ રૂપિયાની ટેક્સ સેવિંગ કરી શકે છે. હવે 10 લાખ માંથી 1.5 લાખ રૂપિયા ઘટાડો તો 8.5 લાખ રૂપિયા ટેક્સના હેઠળ આવશે.

3. આ રીતે તમે અલગથી નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં વર્ષના આધાર પર 50,000 રૂપિયા સુધી રોકાણ કરો છો, તો કલમ 80CCD (1B)ના હેઠળ તમને વધારાના 50 હજાર રૂપિયાની ઈનકમ ટેક્સ બચાવવામાં મદદ મળે છે. હવે 50 હજાર રૂપિયા વધુ ઘટાડીએ તો 8 લાખ રૂપિયા ટેક્સના દાયરામાં આવશે.

4. જો હોમ લોન પણ લેવામાં આવે છે, તો તેના વ્યાજ પર ઈનકમ ટેક્સની કલમ 24B હેઠળ 2 લાખ રૂપિયા સુધીની ટેક્સ સેવિંગ કરી શકે છે. 8 લાખ રૂપિયા માંથી 2 લાખ વધું ઘટાડે તો કુલ ટેક્સ ઈનકમની રેન્જ 6 લાખ રૂપિયા થઈ જશે.

5. ઈન્કમ ટેક્સની કલમ 80D હેઠળ મેડિકલ પૉલિસી લઈને તમે 25,000 રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. આ હેલ્થ ઈન્શ્યોરેન્સમાં તમારું, તમારી પત્ની અને બાળકોના નામ હોવા જોઈએ. આ સિવાય જો તમે તમારા માતા-પિતાના નામે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદીને 50,000 રૂપિયા સુધીનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી શકે છે. આવામાં 6 લાખ માંથી 75,000 બાદ કરીએ તો 5.25 લાખ પર કુલ ટેક્સ જવાબદારી રહેશે.

6. જો તમે કોઈપણ સંસ્થાને ડોનેશન આપે છે તો ટેક્સમાં 25,000 રૂપિયા સુધીનું લાભ લઈ શકે છે. ઈનકમ ટેક્સના કલમ 80G ના હેઠળ ડોનેશનના રૂપમાં આપી રકમ પર 25000 રૂપિયા સુધી ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકે છે. 25,000 ઘટડા જ હવે તમારી આવક 5 લાખના ટેક્સ સ્લેબમાં આવશે. ઈનકમ ટેક્સ નિયમના અનુસાર 5 લાખ સુધીની આવક પર ઓલ્ડ ટેક્સ રિજીમના હેઠળ કોઈ ટેક્સ નહીં આપવાનું રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 16, 2024 12:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.