મની મેનેજર: ગ્લોબલ ટેકનોલોજીમાં કેમ બની રહી છે રોકાણની તક? | Moneycontrol Gujarati
Get App

મની મેનેજર: ગ્લોબલ ટેકનોલોજીમાં કેમ બની રહી છે રોકાણની તક?

આગળ જાણકારી લઈશું રૂપી વિથ ઋષભનાં ઋષભ દેસાઇ પાસેથી.

અપડેટેડ 06:43:26 PM Feb 06, 2024 પર
Story continues below Advertisement

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ગ્લોબલ ટેકનોલોજીમાં રોકાણ. કઇ રીતે કરશો ફંડની પસંદગી? દર્શકોનાં સવાલ.

મની મેનેજરમાં આપણે રોકાણના અલગ અલગ વિકલ્પો અને ડાઇવર્સિફિકેશનની વાત કરતા હોઇએ છીએ તો આને અનુરૂપ ગ્લોબલ ટેકનોલોજી કંપનીમાં રોકાણની તક અંગે ચર્ચા કરીશું. આગળ જાણકારી લઈશું રૂપી વિથ ઋષભનાં ઋષભ દેસાઇ પાસેથી.

દિવસે દિવસે ટેકનોલોજીનો ઉપયોગી વધી રહ્યોં છે. AI, ઇલેક્ટ્રીક/નોન-ફોસિલ ફ્યુલ ભવિષ્ય બદલી રહ્યાં છે. ગ્લોબલ ટેકનોલોજીના અર્નિંગ સ્ટ્રોંગ છે. ગ્લોબલ ટેકનોલોજી કંપની ગ્લોબલી સારૂ કરી રહી છે. રોકાણકારે યૂએસમાં લિસ્ટેડ કંપનીમાં રોકાણ કરવું જોઇએ.


યૂએસ માર્કેટમાં ગ્લોબલ ડાઇવર્સિફિકેશન હોવુ જોઇએ. ભારત મેન્યુફેચરિંગ હબ છે પરંતુ રિસર્સ અને શોધ માટેની હબ નથી. ભારતમાં R&D માટે GDPના 1 ટકા જેટલો ખર્ચ થાય છે. વિકસિત દેશો R&D માટે GDPના 5 ટકા જેટલો ખર્ચ કરે છે. ભારતનું ઓછુ કોરિલેશન અને યૂએસડી એપ્રિશિયેશનથી 3-5 ટકા સીએજીઆર મળી શકે છે.

CY 14-23માં નાસ્ડેકે 17.1 ટકા CAGR આપ્યાં છે. ગ્લોબલ ડાઇવર્સિફિકેશન માટે 100 ટકા ગ્લોબલ કસોપોઝરવાળા ફંડ પસંદ કરો છો. ફિલોસોફી, મેન્જમેન્ટ અને પરફોર્મન્સ જોઇ એકટિવ ફંડ પસંદ કરો છો.

સવાલ-

મારી દિકરી જે હાલ 7માં ધોરણમાં અભ્યાસ કરે છે એને માટે 1000 રૂપિયા SIP શરૂ કરવી છે, જેને માટે મને સારો ફંડ સુચવશો

જવાબ-

તમે પરાગ પરિખ ફ્લેકસી કેપમાં SIP શરૂ કરી શકો છો. વાર્ષિક 5-10 ટકા SIPની રકમ વધારતા જાઓ.

સવાલ-

મારી માસિક આવક 1.38 લાખ રૂપિયા છે. લાંબા તેમજ ટુંકાગાળા માટે MF તેમજ રોકાણના નવા વિકલ્પો સુચવશો.

જવાબ-

10 વર્ષ માટે ફ્લેકસિ કેપ, મિડકેપ કે સ્મોલકેપમાં SIP કરી શકો છો. માસિક આવકના 20-30 ટકા રોકાણ SIPથી કરો છો. 60 ટકા રકમ ફ્લેકસિ કેપ ફંડમાં રોકો છો. 20, 20 ટકા રકમ મિડકેપ અને સ્મોલકેપ ફંડમાં રોકો છો. ટુંકાગાળાના રોકાણ તમે ડેટ ફંડમાં રોકાણ કરી શકો છો.

સવાલ-

મારી ઉંમર 25 વર્ષની છે, મે 6 મહિનાથી નોકરીની શરૂઆત કરી છે 40,000 રૂપિયાનો પગાર મને મળે છે હુ 20,000 રૂપિયાનું સ્ટોકમાં રોકાણ કરુ છુ. 1000 રૂપિયાની SIP HDFC નિફ્ટી ફંડમાં કરૂ છુ અને માસિક 4000 રૂપિયા ઇમરજન્સી ફંડ માટે અલગ કરુ છુ 20,000 રૂપિયાનું ઇમરજન્સી ફંડ હાલ સુધી ભેગુ થયુ છે. હવે મારા જરૂરી ખર્ચ અને આ બચત બાદ મારી પાસે ટ્રીપ પર જવા કે અન્ય મોજશોખ માટે નાણા બચતા નથી. આ સ્થિતીમાં મારે શું કરવું જોઇએ?

જવાબ-

1-2 વર્ષનો ખર્ચ ઇમરજન્સી ફંડ તરીકે રાખવો જોઇએ. અમુક રકમનું રોકાણ ઇક્વિટી MFમાં કરો છો. યોગ્ય ઇમરજન્સી ફંડ બને પછી બાકીના ખર્ચ પ્લાન કરો છો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 06, 2024 6:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.