Paytm Payments Bank Ban: Paytm યુઝર્સ માટે સૌથી મહત્વના સમાચાર, અહીં જાણો દરેક મોટા પ્રશ્નોના જવાબ
Paytm Payments Bank Ban: Paytm Payments Bank Limited (PPBL) સામે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની કાર્યવાહી બાદ મૂંઝવણ ઊભી થઈ છે. ઘણા યુઝર્સને લાગે છે કે Paytm એપ બંધ થવા જઈ રહી છે પરંતુ એવું નથી.
Paytm Payments Bank Ban: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા Paytm Payments Bank Limited (PPBL) સામે તાજેતરમાં લેવાયેલ પગલાને કારણે, કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, PPBL ખાતામાં 29મી ફેબ્રુઆરી પછી પૈસા જમા કરાવી શકાતા નથી. જો કે, આરબીઆઈના નિર્દેશો પછી પણ ઘણા પ્રકારની ભ્રામક માહિતી શેર કરવામાં આવી રહી છે અને ઘણા યુઝર્સને લાગે છે કે Paytm એપ કામ કરવાનું બંધ કરશે. આવું બિલકુલ થવાનું નથી અને પેમેન્ટ એપ પહેલાની જેમ કામ કરતી રહેશે.
પેમેન્ટ એપએ પોતે કન્ફોર્મ કર્યું છે કે તેની સર્વિસનો લાભ 29 ફેબ્રુઆરી પછી પણ યુઝર્સને મળતો રહેશે અને Paytm એપ બંધ થવાનું નથી. જો તમારા મનમાં એવો ડર છે કે હાલનું Paytm બેલેન્સ જોખમમાં છે તો બિલકુલ ગભરાશો નહીં અને આ રકમ 29 ફેબ્રુઆરી પછી પણ વાપરી શકાય છે. અમે તમારા માટે આ બાબતને લગતા મહત્વના પ્રશ્નોના જવાબો સાથે લાવ્યા છીએ.
શું Paytm એપ બંધ થઈ જશે?
ના, Paytm એપ બંધ થવાની નથી અને તેની સર્વિસ પહેલાની જેમ જ મળતી રહેશે. તમે પહેલાની જેમ મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ અને મૂવી ટિકિટ બુક કરવા જેવા તમામ કામ કરી શકશો.
શું તમે હવે Paytm UPIનો ઉપયોગ કરી શકશો?
તમે કોઈપણ સમસ્યા વિના Paytm UPIનો ઉપયોગ કરી શકશો. જો અત્યાર સુધી તમે UPI પેમેન્ટ માટે માત્ર PPBL એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો, તો 29 ફેબ્રુઆરી પછી તેમાં પૈસા જમા કરવામાં આવશે નહીં. તે જ સમયે, જો કોઈ અન્ય બેન્કનું ખાતું Paytm UPI સાથે લિંક થશે, તો તમને કોઈ ફરક પડશે નહીં અને બધું પહેલાની જેમ જ ચાલતું રહેશે.
શું Paytm QR કોડ અને મશીન કામ કરશે કે નહીં?
જો તમે વેપારી છો અને Paytm QR કોડની મદદથી ચૂકવણી સ્વીકારો છો, તો પણ તમે પહેલાની જેમ QR કોડ દ્વારા ચૂકવણી કરી શકશો. આ સિવાય પેટીએમ સાઉન્ડબોક્સ અને પેટીએમ કાર્ડ મશીન પણ પહેલાની જેમ જ કામ કરવાનું ચાલુ રાખશે.
તમે 29 ફેબ્રુઆરી પછી પણ Paytm પેમેન્ટ્સ બેન્ક વોલેટમાં હાલની રકમનો ઉપયોગ કરી શકશો, પરંતુ તેમાં નવી રકમ જમા કે ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. આ સિવાય, Paytm FasTag નો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ, જો કે, PPBL ના બદલે, આ FasTag ને અન્ય પ્રોવાઈડર સાથે લિંક કરવું પડશે, જે દિશામાં પેમેન્ટ કંપની કામ કરી રહી છે.