મલ્ટી એસેટ ફંડ બન્યો રોકાણકારોની પહેલી પસંદગી, પરંતુ તેમાં રોકાણથી પહેલા આ 3 બાબતોને જરૂર રાખો ધ્યાન | Moneycontrol Gujarati
Get App

મલ્ટી એસેટ ફંડ બન્યો રોકાણકારોની પહેલી પસંદગી, પરંતુ તેમાં રોકાણથી પહેલા આ 3 બાબતોને જરૂર રાખો ધ્યાન

શેરબજારમાં વધ-ઘટથી રોકાણકારો હંમેશા ડરે છે. તેથી સામાન્ય રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડનો આશરો લે છે. જોકે, ઘણા મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને નિરાશ પણ કર્યા છે. આવી સ્થિતિમાં યોગ્ય ફંડની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે.

અપડેટેડ 05:06:42 PM Dec 14, 2023 પર
Story continues below Advertisement

ભારતીય શેરબજારમાં શાનદાર તેજીનો સમયગાળો ચાલુ છે. સ્ટૉક માર્કેટમાં તેજીથી શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારોને બમ્પર નફો મળી રહ્યો છે. આ કારણે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણકારોનો રસ પણ ઝડપથી વધ્યો છે. હાલના મહિનાઓમાં મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ થયું છે. જો કે, બજારમાં મોટા ઉછાળા બાદ કરેક્શનનું જોખમ પણ વધી ગયું છે. આ કારણે સંતુલિત પોર્ટફોલિયો બનાવવાની સલાહ એક્સપર્ટ આપી રહ્યા છે. આ તે જગ્યા છે કે મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોની પસંદગી તરીકે ઉભરી આવ્યા છે.

એડવાઈજર ખોજના સહ સ્થાપક દ્વૈપાયન બોઝ કરે છે કે મલ્ટી અસેટ ફંડ હાઈબ્રિડ ફંડ છે અને સેબીના નિયમોના અનુસાર, ફંડ હાઉસોને તેના ફંડનું ન્યૂનતમ 10 ટકા ઓછામાં ઓછા ત્રણ અસેટ ક્લાસમાં રોકાણ કરવાનું રહે છે. આ ત્રણ અસેટ ક્લાસમાં ઘરેલૂ અને ઈન્ટરનેશનલ ઇક્વિટી, ડેટ અને કોમોડિટીનું મિશ્ર ક્લાસ થઈ શકે છે. આ પ્રકારની રણનીતિ માટે તમામ એસેટ ક્લાસમાં રોકાણની જરૂરત છે. બજારની અસ્થિરતા હોવા છતાં આ રોકાણ પરનું જોખમ ઓછું છે અને રોકાણકારોને વધુ સારું રિટર્ન મળે છે.

મલ્ટી એસેટ ફંડમાં રોકાણકારોએ આ 3 વાતોને ધ્યાનમાં રાખવું જોઈએ—


1. સૌથી પહેલા પ્રત્યેક અસેટ ક્લાસથી જોરદાર રિટર્ન પ્રાપ્ત કરવા માટે, સુનિશ્ચિત કરો કે લેબલના અનુરૂપ છે અને અસેટ આવંટન મિક્ષણમાં ફેરફાર નથ થયો. ઉદાહરણ તરીકા પર નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડે ઘરેલુ અને વિદેશી ઈક્વિટી, કોમોડિટી અને ડેટમાં તેના 50:20:15:15 ના રોકાણ રેશિયોમાં ક્યારેય ફેરફાર નથી કર્યો. આ પ્રકારનો અનુશાસિત રોકાણ અભિગમ કરે છે કે રોકાણકારો હંમેશા નફામાં રહે છે.

2. એક ફંડ પસંદ કરો જે ઈનેટરનેશનલ ઇક્વિટીમાં પણ રોકાણ કરે છે. ઉદાહરણ તરીકે, સુંદરમ, ઇન્વેસ્કો, નિપ્પૉન મલ્ટી એસેટ ફંડ અને એક્સિસ જેવા અન્ય મલ્ટી એસેટ ફંડ પણ વૈશ્વિક બજારોમાં રોકાણ કરે છે.

3. મલ્ટી એસેટ ફંડમાં રોકાણ કરવાનો ત્રીજો ફાયદો રોકાણકારને મળવા વાળા ઈન્ડેક્સેશન લાભ છે. ઇન્ડેક્સેશન તમને ફંડમાંથી વધુ પ્રાપ્ત કરવામં મદદ કરે છે કારણ કે રોકાણના મૂલ્યની ગણતરી મોંધવારી જેમ કે કારકોને ધ્યાનમાં રાખીને કરી શકે છે અને તેને તેના વધું લાભ મળે છે.

ક્યાં કેટલું મળ્યું રિટર્ન?

છેલ્લા એક વર્ષમાં મલ્ટી એસેટ ફંડ્સે સારું રિટર્ન આપ્યું છે. યૂટીઆઈ મલ્ટી એસેટ એલોકેશન ફંડે એક વર્ષમાં 24.64 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે. એસબીઆઈ મલ્ટી એસેટ એલોકેશન ફંડે 22.07 ટકા રિટર્ન આપ્યું છે. નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડે 15.72 ટકા રિટર્ન આપ્યું છે. આ પછી મોતીલાલ ઓસવાલે 13.85 ટકા અને એચડીએફસી મલ્ટી એસેટ ફંડે 13.74 ટકા રિટર્ન આપ્યું છે. ટાટા મલ્ટી અસેટ ફંડનું રિટર્ન આ સમયગાળા દરમિયાન 12.71 ટકા રહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 14, 2023 5:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.