New SIM Card Rules: 1 જાન્યુઆરીથી બદલાઇ રહ્યા છે સિમ ખરીદવાના નિયમ, હવે સંપૂર્ણ પ્રોસેસ થશે ડિજિટલ
New SIM Card Rules: સિમ કાર્ડ ખરીદનારાઓએ 1 જાન્યુઆરીથી નવા નિયમોનો સામનો કરવો પડશે. હવે આવતા વર્ષથી, નવું સિમ ખરીદતી વખતે માત્ર ડિજિટલ કેવાયસીની જરૂર પડશે. આ નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓ સિમ ખરીદનારા કસ્ટમર્સનું જ ઈ-કેવાયસી કરી શકશે. અત્યાર સુધી ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે.
New SIM Card Rules: એજન્ટોએ પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે
New SIM Card Rules: 1 જાન્યુઆરીથી માત્ર વર્ષ જ નહીં પરંતુ સિમ કાર્ડ ખરીદવાના નિયમમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આવતા વર્ષથી સિમ ખરીદવા પર માત્ર ડિજિટલ KYC હશે. ખરેખર, અત્યાર સુધી સિમ ખરીદવા માટે ડોક્યુમેન્ટ્સની ફિજીકલ ચકાસણી થતી હતી, જે એક ખર્ચાળ અને સમય લેતી પ્રોસેસ છે.
ટેલિકોમ વિભાગ (DoT) એ આ અંગે આદેશ જાહેર કર્યો છે. 1 જાન્યુઆરી પછી, નવું સિમ કાર્ડ ખરીદવા પર, કસ્ટમર્સે ફક્ત ઇ-કેવાયસીમાંથી પસાર થવું પડશે. આ ઈ-કેવાયસીનો હેતુ સિમ ફ્રોડને રોકવાનો છે. નવા નિયમ પછી એટલે કે પેપર આધારિત KYC નાબૂદ કર્યા પછી, ટેલિકોમ કંપનીઓના ખર્ચમાં પણ ઘટાડો થશે.
નિર્ણયનો અમલ કરવામાં વિલંબ
સરકારે ઓગસ્ટમાં નવા નિયમો જાહેર કર્યા હતા, પરંતુ આ નિર્ણયને લાગુ કરવામાં વિલંબ થયો હતો. આટલું જ નહીં નવા નિયમો હેઠળ સિમ કાર્ડ વેન્ડરોનું વેરિફિકેશન પણ જરૂરી છે.
સાયબર છેતરપિંડીના કિસ્સામાં વધારો
ખરેખર, તાજેતરમાં લોકોમાં સાયબર ફ્રોડના મામલા વધી રહ્યા છે. આ સમય દરમિયાન લોકો તેમની મહેનતની કમાણી ગુમાવે છે. આવી સ્થિતિમાં સરકાર સાયબર ફ્રોડ અને સિમ સ્વેપિંગ જેવા મામલાઓને રોકવા માંગે છે. તાજેતરમાં, સરકારે 70 લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે, જે સાયબર છેતરપિંડી અને ગેરકાયદેસર વ્યવહારો સાથે સંબંધિત હતા.
એજન્ટોએ પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે
નવા નિયમો હેઠળ, સરકારે ટેલિકોમ કંપનીઓ માટે ફ્રેન્ચાઇઝી, વિતરકો અને પોઇન્ટ-ઓફ-સેલ (PoS) એજન્ટોની નોંધણી ફરજિયાત બનાવી છે. ટેલિકોમ ડીલરો અને એજન્ટોને આ રજીસ્ટ્રેશન માટે 12 મહિનાનો સમય મળશે.