Pradhan Mantri Suryoday Yojna: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલાર પેનલ લગાવવા માટે સૂર્યોદય યોજના (PM Suryoday Yojana) ની જાહેરાત કરી હતી. હવે આ યોજનાને આગળ વધારતા નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ 2024માં યોજના સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપી છે. નાણામંત્રીનું કહેવું છે કે આ યોજના દ્વારા દેશના 1 કરોડથી વધુ પરિવારો વાર્ષિક 18,000 કરોડ રૂપિયા સુધીની બચત કરી શકશે. આ સાથે લોકોને રોજગારની નવી તકો પણ મળશે.
18000 કરોડ રૂપિયાની થશે બચત-નાણા મંત્રી
2070 સુધી નેટ ઝીરોના લક્ષ્યને કરવાનું છે હાસિલ - સરકાર
પીએમ મોદીએ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાંથી પરત આવ્યા બાદ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને આગળ વધારતા, નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું કે ભારત 2070 ના 'નેટ ઝીરો' લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે સરકાર પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. સૌર ઉર્જા ઉપરાંત, સરકાર પવન ઉર્જા સ્ત્રોતોને આગળ વધારવા માટે વધારાના ભંડોળની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર વિન્ડ એનર્જી દ્વારા 1,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે સરકારી વીજ કંપનીઓને ભંડોળ પૂરું પાડશે. આ સાથે સરકાર બાયોગેસ બનાવવા માટે જરૂરી સાધનો ખરીદવામાં પણ મદદ કરશે.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના દ્વારા નાણામંત્રીએ આશા વ્યક્ત કરી છે કે ઇલેક્ટ્રિક વાહનો દ્વારા દેશમાં રોજગારીની નવી તકો ઉભી થશે. કૌશલ્ય ધરાવતા યુવાનોને આ યોજના દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાનો પુરવઠો પુરો પાડવા માટે રોજગારી મળશે. તેનાથી ભવિષ્યમાં રોજગારીની વધુ તકો ઊભી થશે.