પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ માટે 2023ની સમીક્ષા, ઈન્ફ્રાના ગ્રોથની રિયલ એસ્ટેટ પર અસર | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ માટે 2023ની સમીક્ષા, ઈન્ફ્રાના ગ્રોથની રિયલ એસ્ટેટ પર અસર

આગળ જાણકારી લઈશું Naredcoના ચેરમેન અને હિરાનંદાણી ગ્રુપના મેનેજીગ ડિરેક્ટર, નિરંજન હિરાનંદાણી અને ક્રિડાઇ નેશનલ પ્રેસિડન્શન તથા રૂસ્તમજી ગ્રુપના મેનેજીગ ડિરેકટર બોમન ઇરાની પાસેથી.

અપડેટેડ 05:34:05 PM Dec 30, 2023 પર
Story continues below Advertisement

Naredcoના ચેરમેન અને હિરાનંદાણી ગ્રુપના મેનેજીગ ડિરેક્ટર, નિરંજન હિરાનંદાણીના મતે -

2023 રિયલ એસ્ટેટ માટે સારૂ વર્ષ રહ્યું છે. ભારતનો જીડીપી ગ્રોથ 2023માં સારો રહ્યોં છે. 2023માં જીઓ પોલિટિકલ ટેન્શન ચાલતા રહ્યાં છે. અફોર્ડેબલ હાઉસિંગનો ગ્રોથ અપેક્ષા મુજબ નથી રહ્યો. મિડહાઉસિંગ અને લકઝરી હાઉસિંગમાં ગ્રોથ રહ્યોં છે. 2024માં નવી મુંબઇ એર્પોર્ટ ઓપનિંગ થઈ રહી છે. પહેલા રિયલ એસ્ટેટનો ગ્રોથ માત્ર આઈટી સાથે સંકળાયેલો હતો.

રિયલ એસ્ટેટમાં હવે બેન્કિંગ, ઇન્શ્યોરન્સ વગેરે પણ ખરીદી કરી રહી છે. રિયલ એસ્ટેટ પર હવે IT સિવાય દરેક સેક્ટરની અસર થઇ રહી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને કારણે રિયલ એસ્ટેટનો ગ્રોથ વધ્યો છે. મેટ્રો, નવા એરપોર્ટ, હાઇવે બનવાથી રિયલ એસ્ટેટને સપોર્ટ મળી રહ્યોં છે. મુંબઇમાં પ્રોપર્ટીના ખર્ચ પર ટેક્સ અને અન્ય સરકારી ખર્ચ થાય છે.


મુંબઇ શહેરમાં અફોર્ડેબલ હાઉસિંગની શક્યતા ઘણી ઓછી રહી છે. 2024માં પ્રોપર્ટીની કિંમતો વધશે. કોવિડ બાદ હવે લોકો સારા અને મોટા ઘર ઇચ્છે છે. હોમલોન હવે સરળતાથી મળી રહી છે જેનાથી ઘર ખરીદી વધી છે. હિરાનંદાણી ગ્રુપ હવે સર્વિસ મોડ્યુલમાં આવી રહ્યાં છે. કંશ્ટ્રકશન, માર્કેટિંગ અને સેલ્સની સેવાઓ કન્સ્ટ્રક્શન અપાશે.

ક્રિડાઇ નેશનલ પ્રેસિડન્શન તથા રૂસ્તમજી ગ્રુપના મેનેજીગ ડિરેકટર બોમન ઇરાનીના મતે -

2023માં ગ્લોબલી વ્યાજદર વધ્યાં છે. જીઓ પોલિટિકલ ટેન્શન વચ્ચે ભારત આકર્ષણ રહ્યું છે. 1.5 કરોડથી મોંઘા ઘર વર્ષ દરમિયાન સૌથી વધુ વેચાયા છે. લકઝરી હોમ્સનાં વેચાણમાં 2023માં મોટો ઉછાળો રહ્યો છે. નાઇટફ્રેન્ક મુજબ લક્ઝરી હોમ્સના વેચાણ 130 ટકા વધ્યાં છે. એનારોકના રિપોર્ટ મુજબ લક્ઝરી હોમ્સની કિંમતો 24 ટકા વધી છે. 2024નો રિયલ એસ્ટેટ માટે પહેલો ભાગ મજબૂતી રહી શકે છે.

શહેરોમાં આવનારા 6 વર્ષોમાં ઘરોની માંગ ખૂબ વધી શકે છે. ઇન્ફ્રાના વિકાસથી રિયલ એસ્ટેટની તકો વધે છે. સિનિયર સિટીઝન લિવીંગના પ્રોજેક્ટસ થઇ રહ્યાં છે. સિનિયર સિટીઝન લિવીંગ, સ્ટુડન્ટ હાઉસિંગ નવા એસેટક્લાસ બની રહ્યાં છે. યુવા વર્ગનો લોકો ટિયર-2 અને મેટ્રો શહેરો તરફ જઇ રહ્યાં છે. બાંધકામ ખર્ચ વધવાથી ઘરોની કિંમતો વધી રહી છે. પ્રોપર્ટી લેવામાં જેટલું મોડુ થશે તેટલા ઘર મોંઘા થશે.

કમર્શિયલ રિયલ એસ્ટેટમાં પણ ખૂબ સારો ગ્રોથ થઇ રહ્યોં છે. 2023માં રિયલ એસ્ટેટના સ્ટોક્સમાં સારા રિટર્ન આપ્યાં છે. 2023માં નિફ્ટી રિયલ્ટીના રિટર્ન લગભગ 80 ટકા રહ્યો છે. રિયલ એસ્ટેટના સ્ટોકસ 2024માં પણ સારા રિટર્ન આપી શકે છે. સિનીયર સિટીઝન, રેન્ટલ હાઉસિંગમાં નવી તકો બની શકે છે. રિયલ એસ્ટેટમાં હવે ગ્રીન સર્ટિફિકેશન જેવા પગલા પણ લેવાય રહ્યાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 30, 2023 5:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.