ટુડે ગ્લોબલ ડેવલપર્સના જોઇન્ટ એમડી, ભાવેશ શાહના મતે -
ટુડે ગ્લોબલ ડેવલપર્સના જોઇન્ટ એમડી, ભાવેશ શાહના મતે -
21.8 કિમી લાંબો દરિયા પર બનેલો સી-બ્રીજ છે. મુંબઇથી નવી મુંબઇ 15 થી 20 મીનિટમાં પહોંચી શકાશે. નવી મુંબઇમાં નવુ એરપોર્ટ પણ આવી રહ્યું છે. નવી મુંબઇની પ્રોપર્ટી માર્કેટને કનેક્ટિવિટી વધવાનો મોટો લાભ મળશે. નવી મુંબઇમાં તબક્કાવાર કિંમતો વધતી દેખાશે. અટલ સેતુની નજીકના વિસ્તારમાં કિંમતો જલ્દી વધશે. નવી મુંબઇમાં સરેરાશ 20 થી 40 ટકા પ્રોપર્ટીની કિંમતો વધી શકે છે.
નવીમુંબઇ પ્લાન કરાયેલુ શહેર છે. સોશિયલ ઇન્ફ્રા અને કનેક્ટવિટી તૈયાર છે. સ્કુલ, હોસ્પિટલ, રિ-ક્રિએશન એરિયા નવીમુંબઇમાં છે. નવીમુંબઇ ભારતનુ એક સ્વચ્છ શહેર છે. નવી મુંબઇમાં ઘરોની કિંમત 40 લાખ રૂપિયાથી શરૂ કરી છે. લાંબાગાળા માટે પનવેલમાં રોકાણ કરી શકાય છે. પનવેલની પ્રોપર્ટીની કિંમતોમાં 18 થી 20 ટકાનો ઉછાળો શક્ય છે. નવી મુંબઇનો અત્યાર સુધીનો ગ્રોથ રહ્યો છે.
નવી મુંબઇ જેવુ શહેર બનાવવાનો વિચાર 1960ના દશકનો છે. 1971માં સિડકોની સ્થાપના કરવામાં આવી હતી. 2000થી નવી મુંબઇની ગ્રોથ સ્ટોરી શરૂ થઇ છે. 2000 થી 2024માં નવી મુંબઇ ઘણુ વિકસ્યું છે. શહેરમાં કમર્શિયલ ફ્રન્ટ પર વિકાસ જરૂરી છે. BKC-2 ખાર ઘર પાસે પ્લાન થઇ રહ્યું છે. નવી મુંબઇમાં રોજગારની તકો ઘણી વધશે. એરપોર્ટ આવવાથી ઘણા રોજગાર ઉપલબ્ધ થશે. આ તમામ લોકો પનવેલમાં રહેવાનું પસંદ કરશે.
એરપોર્ટથી પનવેલમાં ઘરોની માગ વધશે. નવી મુંબઇને યુવાઓનું શહેર કહી શકાય છે. 2011માં 11 લાખની વસ્તી હતી. 2021માં લગભગ 15લાખની વસ્તીનો અંદાજ છે. નવીમુંબઇમાં રહેતા મોટાભાગના લોકો 30 થી 35ની ઉંમરના હોય છે. એક સર્વે મુજબ 53 ટકા યુવા વર્ગ ઘર ખરિદી રહ્યાં છે. નવીમુંબઇમાં પણ યુવાવર્ગની વસ્તી વધારે રહી છે.
નવીમુંબઇ યુવાઓની પસંદગીનો વિસ્તાર રહી છે. 58 ટકા ઘરોની માગ 40 લાખ રૂપિયાના ઘરોની રહી છે. નવી મુંબઇમાં 40 થી 60 લાખ રૂપિયાના ઘરો ઉપલબ્ધ છે. લોકો પોતાના ઘર ખરીદવામાં ઇચ્છી રહ્યાં છે. ભારતનો સામાન્ય નાગરિક અફોર્ડેબલ હોમ્સ ખરીદે છે. અપર ખારઘરમાં ટુડે ગ્લોબલ ડેવલપર્સનો અફોર્ડેબલ પ્રોજેક્ટ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.