સરકારે ઇન્ફ્રાના ડેવલપમેન્ટ પર ઘણો ભાર મુક્યો છે. ઇન્ફ્રા ડેવલપમેન્ટનો લાભ રિયલ એસ્ટેટને મળે છે. રેલ્વે, પોર્ટ અને હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોરની વાત બજેટમાં થઇ છે. ઇન્ડસ્ટ્રીયલ અને લોજીસ્ટીક રિયલ એસ્ટેટને લાભ મળશે. પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણની વાત બજેટમાં થઇ છે.
2 કરોડ ઘરો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અપાશે. મિડલ ક્લાસ હાઉસિંગ પર હવે સરકાર ફોકસ કરશે. ઇન્ફ્રાનો બુસ્ટ રિયલ એસ્ટેટને ચૌક્કસ મળે છે. ગુજરાત બજેટ યુનિયન બજેટની રૂપરેખા પર જ હતું. ગુજરાત બજેટમાં ગ્રામિણ વિસ્તારમાં હાઉસિંગ પર ફોકસ થયું છે. RBI દ્વારા રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયો નથી.
ઉંચા વ્યાજદર પર અફોર્ડેબલ ઘરોના વેચાણ ઘટે છે. ઉંચા વ્યાજદરને કારણે નવા પ્રોજેક્ટ લોન્ચ પર માઠી અસર થઈ છે. 1 BHK-2 BHKના ઘરોની માગ સારી હોય છે. ડેવલપર 1 BHKના પ્રોજેક્ટ ઓછા માર્જીનને કારણે ઓછા કરે છે.
સવાલ-
હુ વડોદરામાં રહુ છુ, વડોદરાથી નવો હાઇવે નીકળશે, નેશનલ હાઇવે 8 સિટીમાં આવશે, બોમ્બે અમદાવાદ નવો હાઇવે આવશે એવુ પણ સંભળાય છે, તો આ ક્યા છે, અને આનો લાભ લેવો હોય તો ક્યા વિસ્તારમાં ઓપ્શન શોધવા જોઇએ?
જવાબ-
મુંબઇ-દિલ્હી હાઇવે વડોદરાથી પસાર થશે. L&T નોલેજ સિટી વિસ્તારમાંથી આ રોડ પસાર થશે. ઇન્ફ્રાના મોટા પ્રોજેક્ટને પુરા થતા સમય લાગે છે. વડોદરા શહેરને આ હાઇવેનો લાભ મળશે.
સવાલ-
નડિયાદ શહેરમાં ઘર ખરીદવા માટે સારામાં સારી જગ્યા તમારા મુજબ કઈ હોય શકે જે લેતા 10 વર્ષ માં ફાયદો સારો થાય છે
જવાબ-
નડિયાદ - આણંદ રોડ, નડિયાદ-કપડવંજ રોડ પર રોકાણ કરી શકો છો.
સવાલ-
મોટેરા વિસ્તારમાં 1 BHK ફ્લેટની કેટલી કિંમત મળી શકે. મારે ફ્લેટ વેચવો છે.
જવાબ-
22 થી 30 લાખ રૂપિયાની કિંમતની આશા તમે 1 BHK ફ્લેટ માટે રાખી શકો છો.
સવાલ-
અમદાવાદમાં મારે બીજુ ઘર લેવુ છે, શીલજમાં શિલ્પ ગ્રુપની સિરીન સ્કીમ જોઇ છે. શું આ સ્કીમમાં રોકાણ કરી શકાય?
જવાબ-
શીલજ અમદાવાદનો વિકસતો વિસ્તાર છે. આ વિસ્તારને નવી TPનો લાભ મળશે. શીલજમાં ઘણા અફોર્ડેબલ ઘરના પ્રોજેક્ટ છે. આ વિસ્તારમાં હાઇ એન્ડ વિલાના વિકલ્પો પણ છે. શીલજમાં નવા ઘણા પ્રોજેક્ટ પણ આવશે.
સવાલ-
ભાવનગર નજીક મહુવામાં એગ્રીકલ્ચર લેન્ડની હાલ કેટલી કિંમત મળી શકે અને આ લેન્ડમાં એપ્રિશિયેશનની શક્યતા ખરી?
જવાબ-
જમીનની કિંમતો સમય સાથે એપ્રિશિયેશન થાય જ છે. ફંડની તમને હાલ જરૂરના હોય તો આ રોકાણમાં બની રહો.