નો બ્રોકર.કોમના કો-ફાઉન્ડર અને ચીફ બિઝનેસ ઓફિસર, સૌરભ ગર્ગના મતે -
નો બ્રોકર.કોમના કો-ફાઉન્ડર અને ચીફ બિઝનેસ ઓફિસર, સૌરભ ગર્ગના મતે -
2023 રિયલ એસ્ટેટ માટે બ્રેકઆઉટ યર રહ્યું છે. 2023માં રિયલ એસ્ટેટે ઘણા રેકોર્ડ તોડ્યાં છે. દસ વર્ષમાં સૌથી વધુ પ્રાઇસ એપ્રિશિયેશન 2023માં થયું છે. 2023માં સૌથી વધુ નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે. 2023માં રિ-સેલ માર્કેટના વેચાણ પણ વધ્યાં છે. 2023માં ભાડામા પણ ઘણો સારો વધારો થયો છે. રિયલ એસ્ટેટ માટે આખો દશક સારો રહી શકે છે. વર્ષ દરમિયાન નવા ઘર ખરિદારની સમસ્યા વધી રહી છે.
અમુક શહેરોમાં આ વર્ષે 5 થી 6 ટકા સુધી રેન્ટલ યીલ્ડ મળી રહી છે. ઘર ભાડા વધતા EMI અને રેન્ટનો તફાવત ઘટ્યો છે. પહેલુ ઘર ખરિદનારની સંખ્યા આ વર્ષે વધી રહી છે. રોકાણકારે પણ આ વર્ષે પ્રોપર્ટી ખરિદી રહ્યા છે. આઈટી પાર્કની આસપાસ પણ પ્રોપર્ટીની માગ વધી રહી છે. મુંબઇમાં થાણે, નવી મુંબઇમાં ઘરોની માગ વધી રહી છે. 1 કરોડથી મોંઘી પ્રોપર્ટીની માગ વધી રહી છે. 60 લાખ રૂપિયાથી ઓછી કિંમતની માગ પણ વધી રહી છે.
આ વર્ષે ઘણા ઇન્વેસ્ટર દ્વારા પ્રોપર્ટીની ખરિદારી થઇ છે. બેંગ્લોર અને મુંબઇ જેવા શહેરોમાં રેન્ટ વધ્યાં છે. મોટા શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો 10 થી 12 ટકા વધી છે. શહેરથી દુર અફોર્ડેબલ ઘરોની ખરિદારી થઇ છે. એન્ડ યુઝર અને ઇન્વેસ્ટર બન્ને ઘર ખરિદી રહ્યાં છે. આ વર્ષમાં ભારતીય રિયલ એસ્ટેટમાં થયેલા કુલ રોકાણનો 15 ટકા ભાગ NRIના રોકાણ છે. આવતા 2 વર્ષમાં ભારતીય રિયલ એસ્ટેટમાં 20 ટકા સુધી પહોંચી શકે છે.
દુબઇ, સિંગાપોર બાદ ભારતના રિયલ એસ્ટેટનો દેખાવ સારો રહ્યો છે. NRI ભારતના રિયલ એસ્ટેટ પર બુલીશ છે. 25 થી 40 વર્ષનાં લોકોએ સૌથી વધુ 40 ટકા પ્રોપર્ટી ખરિદી રહ્યા છે. 40 થી 50 વર્ષનાં લોકોએ 27 ટકા પ્રોપર્ટી ખરિદી લીધી છે. 50 વર્ષથી વધુની ઉંમરના ખરિદારો 31 ટકા હતા. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા 40 ટકા લોકોએ પ્રોપર્ટી ખરિદી છે. બિઝનેસ કરતા 31 ટકા લોકોએ પ્રોપર્ટી ખરિદી છે. સરકારી નોકરી કરતા 21 ટકા લોકોએ પ્રોપર્ટી ખરિદી છે.
ઉંચી આવકવાળા લોકોની પ્રીમિયમ પ્રોપર્ટીની ખરિદી કરી છે. ઓછી કિંમતના ઘરોની પણ સારી માગ રહી છે. એન્ડ યુઝર શહેરની અંદર ઘર ખરિદવાનુ પસંદ કરી રહ્યાં છે. રોકાણકારો શહેરોના આઉટ સ્કર્ટસમાં પ્રોપર્ટી ખરદી રહ્યાં છે. પ્રોપર્ટીની ખરિદારી માટે પ્રાઇસ અને લોકેશનનું ખાસ મહત્વ છે. વોટર સપ્લાય કેવી છે એ પણ ઘર ખરિદવા માટે મહત્વનું છે. ઘર ખરિદતા પહેલા સુરક્ષાની બાબત પર પણ ધ્યાન અપાય છે.
લોકોલિટી અને પ્રોજેક્ટમાં એમિનિટીઝ પર ધ્યાન અપાય છે. ગ્રાહકો ગેટેડ સોસાયટીમાં રહેવાનું પસંદ કરી રહ્યાં છે. રેડી ટુ મુવ ઇન ઇન્વેન્ટરી નહિવત છે. રિ-સેલમાં હવે ગ્રોથ દેખાય રહ્યોં છે. રિ-સેલના ઘરની ખરિદારી વધી છે. નવા લોન્ચ પ્રોજેક્ટ માર્કેટમાં આવશે ત્યારે સપ્લાય વધશે. પાછલા 2 વર્ષમાં રેન્ટ વધ્યાં છે.
આ વર્ષે અમુક વિસ્તારમાં 30 ટકા રેન્ટ પણ વધ્યાં છે. રેન્ટલ માટેની માગ સામે સપ્લાય ઓછી છે. રેન્ટલ સેગ્મેન્ટમાં પણ પ્રીમિયમ ઘરોની માગ વધુ રહ્યું છે. એક વર્ષમાં સપ્લાય શરૂ થતા રેન્ટ સ્થિર થશે. રેન્ટલ સેગ્મેન્ટમાં ડિમાન્ડ સપ્લાય મિસ મેચ થઈ છે. 2024માં ઘણા નવા પ્રોજેક્ટ લોન્ચ થશે. 2024માં ઘરોની માગ સારી રહી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.