CREDAI-MCHI ના પ્રેસિડન્ટ ઇલેક્ટ અને આશર ગ્રુપના ચેરમેન અને મેનેજીગ ડિરેક્ટરના વાઇસ ચેરમેન, અજય આશરના મતે -
CREDAI-MCHI ના પ્રેસિડન્ટ ઇલેક્ટ અને આશર ગ્રુપના ચેરમેન અને મેનેજીગ ડિરેક્ટરના વાઇસ ચેરમેન, અજય આશરના મતે -
MITRAનો ફોકસ 1 ટ્રિલિયનની ઇકોનોમી છે. 2027 થી 2028 સુધી 1 ટ્રિલિયનની ઇકોનોમી બની શકે છે. અર્થતંત્રના ગ્રોથમાં રિયલ એસ્ટેટનો ફાળો ઘણો મોટો છે. MITRAનો ઘણો ફોકસ રિયલ એસ્ટેટ પર રહેશે. મહારાષ્ટ્રમાં નવુ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરાશે. મહારાષ્ટ્રમાં નવા રોડ, રેલ્વે લાઇન આવશે.
CREDAI સરકારની સાથે મળી પોલિસી મેકિંગમાં મદદ કરે છે. CRDAIની રજૂઆતથી સરકારે ભૂતકાળમાં ઘણી રાહતો આપી છે. કોવિડ બાદ પ્રીમિયમ ઘટાડો અને સ્ટેમ્પડ્યુટીમાં ઘટાડાથી મોટુ બુસ્ટ મળ્યું છે. યુનિફાઇડ DCR માટે પણ CREDAIનો મોટો રોલ રહ્યોં છે. ફાયર ફાઇટિંગની નોર્મસ પણ CREDAIની રજૂઆતથી બદલાય છે.
CREDAI મુંબઇ માટે પ્રીમિયમ ઘટાડવાની રજૂઆત કરી રહી છે. CREDAI ગ્રીન કંશ્ટ્રક્શન પર ભાર મૂકી રહી છે. રિયલ એસ્ટેટ નવુ ભારત બનાવવામાં ફાળો આપશે. દિલ્હી કરતા મુંબઇના પ્રીમિયમ 32 ટકા મોંઘુ છે. દિલ્હી, બેંગલોર, ગુજરાત કરતા મુંબઇ મોંઘુ શહેર છે. આ દરેક શહેરોમાં પ્રીમિયમ મુંબઇ કરતા ઓછુ છે.
મુંબઇમાં પ્રોપર્ટી અફોર્ડેબલ કરવી ખૂબ જરૂરી છે. સરકારે પ્રીમિયમને ઇન્સ્ટોલમેન્ટ પર આપવાની છૂટ આપી છે. પ્રીમિયમ ઓછા થશે તો ગ્રાહકો માટે પ્રોપર્ટીની કિંમત ઘટશે. 11 મહિનામાં મુંબઇમાં 1 લાખ 14 હજાર ઘરોના રજીસ્ટ્રેશન થયા છે. રિયલ એસ્ટેટમાં સંસ્થાગત રોકાણ વધી રહ્યાં છે. વર્ષ દર વર્ષના આધાર પર 27 ટકા સેલ વધવાની અપેક્ષા કરી રહ્યા છે. દુનિયા હવે ભારતમાં રોકાણ કરવાની તક જોઇ રહી છે.
લોકો હવે મિક્સ યુઝ્ડ ડેવલપમેન્ટ માગી રહ્યાં છે. ઘરથી નજીક કામની જગ્યા હોય એવા ઘરની માગ રહી છે. 2024, 2023 કરતા વધુ સારૂ રહી શકે છે. આવનારા વર્ષમાં 8 થી 9 ટકા રેસિડન્શિયલમાં ગ્રોથ આવી શકે છે. ઘરોની કિંમતો 3 થી 5 ટકા વધી શકે છે. મુંબઇમાં પ્રીમિયમ ઘરોનુ માર્કેટમાં 5 ટકાનો ગ્રોથ દેખાઇ શકે છે.
SRA માટે નવી પોલિસીની જાહેરાત થઇ છે. SRA પ્રોજેક્ટને વેગ મળે તેવા પ્રયાસ થઇ રહ્યાં છે. SRA સાથે MMRDA કે અન્ય એજન્સી JV કરી શકશે. આ JVથી SRA પ્રોજેક્ટ ઝડપથી પુરા થઇ શકશે. SRAના અમુક પ્રોજેક્ટ પર કામ શરૂ થઇ ચુક્યું છે. મુંબઇમાં રિંગ રોડ બનાવવાની યોજના છે.
મુંબઇમાં ઇન્ફ્રા સ્ટ્રકચરના ડેવલપમેન્ટના કામ થઇ રહ્યાં છે. ડીએસટી રિડેવલપમેન્ટ માટે ખૂબ મોટો પડકાર છે. જીએસટી પર હજી ઘણી સ્પષ્ટતાની જરૂર છે. 18B જેવી સ્કીમ સરકાર તરફથી ચાલુ રહેવી જોઇએ. નાના અને અફોર્ડેબલ ઘરોને રાહત આપવી જરૂરી છે. રિયલ એસ્ટેટની બજેટથી ઘણી આશાઓ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.