સેબીએ REITs (Real Estate Investment Trusts) રેગુલેશન્સ, 2014માં સ્મોલ અને મિડીયમ REITs માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક લાવવાના એમેનમેન્ડને મંજૂરી આપી છે. આગણ જાણકારી લઈશું અ લાઇફના ફાઉન્ડર અને સીઈઓ, સૌરભ વોહરા, સ્ટ્રેટાના ડિરેક્ટર & ઇન્વેસ્ટમેન્ટ, નિહાર શાહ અને અસેટમોન્કના ફાઉન્ડર અને સીઈઓ, પ્રુથવી રેડ્ડી પાસેથી.
અ લાઇફના ફાઉન્ડર અને સીઈઓ, સૌરભ વોહરાના મતે -
500 કરોડની ઉપરની પ્રોપર્ટી માટે REITs બની શકે છે. 500 કરોડની ઉપરની REITs સેબી દ્વારા રેગ્યુલેટ થાય છે. 500 કરોડથી નીચેના પ્રોજેક્ટમાં ફ્રેકશનલ પ્રોપર્ટી હેઠળ રોકાણ લેવાય છે. હવે 50 કરોડથી 500 કરોડ સુધીના પ્રોજેક્ટ પણ સેબી દ્વારા રેગ્યુલરાઇઝ થશે. હવે નાના ફ્રેકશનલ ઓનરશીપ પ્લેટફોર્મને પણ સેબી રેગ્યુલેશન મુજબ કામ કરશે.
નાના રોકાણકાર REITs કરતા પણ નાના રોકાણ કરી શકશે. MSME REITs માટે હવે ગ્રોથની ઘણી મોટી તક બની રહી છે. સેબીનુ MSME REITsને રેગ્યુલરાઇઝ કરવાનું પગલુ આવકારદાયક હોય છે. મોટા પ્રોજેક્ટનો એક ભાગ ખરીદવાની સુવિધા એટલે ફ્રેકશનલ ઓનરશિપ હોય છે. ગોવામાં 2 કરોડ રૂપિયાના બંગલામાં તમે 20 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
સેબી દ્વારા પહેલા કન્સલટેશન પેપર આવ્યા હતા. સેબીના રેગ્યુલેશન આવી જવાથી વધુ સ્પષ્ટતા મળશે. ગોવા,લોનાવલા, અલીબાગમાં ALYFના પ્રોજેક્ટ છે. ALYFમાં 10 લાખ રૂપિયાનું રોકાણ પણ કરી શકાય છે. સેબીના રેગ્યુલેશન બાદ નાના રોકાણકારના રિયલ એસ્ટેટમાં વધશે.
ભારતમાં 11 ટ્રિલિયન ડોલરના હાઉસહોલ્ડ અસેટ છે. ભારતના કુલ રોકાણનું 50 ટકા રોકાણ રિયલ એસ્ટેટમાં થાય છે. સ્ટ્રેટા 4 વર્ષથી ફ્રેકશનલ ઓનરશીપ પ્લેટફોર્મ છે. સ્ટ્રેટાએ 1200 કરોડનુ રોકાણ 32 અસેટમાં કર્યું છે. ફ્રેકશનલ ઓનરશીપ દ્વારા તમે રિયલ એસ્ટેટમાં નાના રોકાણ કરી શકો છો. ફ્રેકશનલ ઓનરશીપથી તમે કમર્શિયલ, વેરહાઉસ કોઇ પણ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.
ફ્રેકશનલ પ્રોપર્ટીમાં તમે કોઇ પણ એક પ્રોપર્ટીમાં રોકાણ કરો છો. REITsમાં તમારૂ રોકાણ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાં થાય છે. સ્ટ્રેટા 4 વર્ષથી કાર્યરત ફ્રેકશનલ ઓનરશીપ પ્લેટફોર્મ છે. જયપુર, પુને, હૈદરાબાદ, ચૈન્નઇમાં 1200 કરોડના રોકાણ કરી રહ્યા છે. ફ્રેકશનલ ઓનરશીપ 8 થી 8.5 ટકા જેટલા સરેરાશ રિટર્ન મેળવી શકો છો.
ફ્રેકશનલ ઓનરશીપથી અલગ અલગ પ્રકારના અસેટમાં રોકાણ થઇ શકે છે. સ્ટ્રેટા દ્વારા 15 લાખ, 25 લાખના રોકાણ કરી શકાય છે. ફ્રેકશનલ ઓનરશીપથી રેન્ટલ પોર્ટફોલિયો બનાવી શકાય છે. ફ્રેકશનલ ઓનરશીપથી ઓવરઓલ 12 થી 14 ટકાના રિટર્નની આશા રાખી શકાય છે. સેબીના રેગ્યુલેશન પછી રિયલ એસ્ટેટના રોકાણ વધશે.
અસેટમોન્કના ફાઉન્ડર અને સીઈઓ, પ્રુથવી રેડ્ડીના મતે -
યૂએસ, યૂકે માં ફ્રેકશનલ ઓનરશીપ પ્રચલિત છે. યૂએસ, યૂકે માં ફ્રેકશનલ ઓનરશીપમાં રોકાણનું ફ્રેમવર્ક છે. ભારતમાં સૌથી વધુ રોકાણ રિયલ એસ્ટેટમાં થાય છે. રિયલ એસ્ટેટમાં સારા રિટર્ન માટેના વિકલ્પોની જરૂર છે. કમર્શિયલ રિયલ એસ્ટેટના રિટર્ન સારા છે.
કમર્શિયલ રિયલ એસ્ટેટમાં ઘણી મોટી રકમનું રોકાણ થાય છે. કમર્શિયલની ટિકિટ સાઇઝ નાની કરવા ફ્રેકશનલ ઓનરશીપ જરૂરી છે. સેબીના રેગ્યુલેશન આવવાથી ફ્રેકશનલ ઓનરશીપમાં લિક્વિડીટી વધશે. અસેટ મોન્ક 2020થી રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. ફ્રેકશનલ ઓનરશિપ થી 14 થી 20 ટકાના રિટર્નની આશા રાખી શકાય છે.