PNB Latest FD Rates: ગ્રાહકોને પંજાબ નેશનલ બેંકે નવા વર્ષમાં આપી ભેટ, બેંક એ વધાર્યુ FD પર વ્યાજ | Moneycontrol Gujarati
Get App

PNB Latest FD Rates: ગ્રાહકોને પંજાબ નેશનલ બેંકે નવા વર્ષમાં આપી ભેટ, બેંક એ વધાર્યુ FD પર વ્યાજ

નવા વર્ષમાં બેંકે એફડી (Fixed Deposit-FD) પર વ્યાજ વધારી દીધુ છે. બેંકે એફડી પર 45 બેસિસ પોઈન્ટ એટલે કે 0.45 ટકા સુધી વ્યાજ વધાર્યુ છે. જો કે, થોડી એફડી પર વ્યાજ ઘટાડ્યુ પણ છે. આ નવા દર 1 જાન્યુઆરી 2024 થી લાગૂ થઈ ગઈ છે. પંજાબ નેશનલ બેંક સામાન્ય નાગરિકોને 7 દિવસોથી લઈને 10 વર્ષોની એફડી આપે છે. તેના પર 3.50% થી 7.25% ની વચ્ચે FD વ્યાજ આપે છે.

અપડેટેડ 02:24:02 PM Jan 02, 2024 પર
Story continues below Advertisement
PNB Latest FD Rates: પંજાબ નેશનલ બેંક (PNB) એ નવા વર્ષમાં ભેટ આપી છે.

PNB Latest FD Rates: પંજાબ નેશનલ બેંક (PNB) એ નવા વર્ષમાં ભેટ આપી છે. નવા વર્ષમાં બેંકે એફડી (Fixed Deposit-FD) પર વ્યાજ વધારી દીધુ છે. બેંકે એફડી પર 45 બેસિસ પોઈન્ટ એટલે કે 0.45 ટકા સુધી વ્યાજ વધાર્યુ છે. જો કે, થોડી એફડી પર વ્યાજ ઘટાડ્યુ પણ છે. આ નવા દર 1 જાન્યુઆરી 2024 થી લાગૂ થઈ ગઈ છે. પંજાબ નેશનલ બેંક સામાન્ય નાગરિકોને 7 દિવસોથી લઈને 10 વર્ષોની એફડી આપે છે. તેના પર 3.50% થી 7.25% ની વચ્ચે FD વ્યાજ આપે છે.

PNB બેંકે 180 દિવસથી 270 દિવસોની એફડી સામાન્ય જનતાને 5.50 ટકાથી વધારીને 6 ટકા કરી દીધા છે. 271 દિવસથી 1 વર્ષથી ઓછીની એફડી પર સામાન્ય જનતા માટે એફડી પર વ્યાજ 5.80 ટકાથી વધીને 6.25 ટકા કરી દીધા છે. બેંકે 400 દિવસોની એફડી પર વ્યાજ 6.80 ટકાથી વધારીને 7.25 ટકા કરી દીધુ છે. બેંકે 444 દિવસોની એફડી પર વ્યાજ 0.45 ટકા ઘટાડી દીધુ છે. હવે 444 દિવસોની એફડી પર વ્યાજ 6.80 ટકાથી કરી દીધા છે. તેના પર પહેલા 7.25 ટકા વ્યાજ મળી રહ્યુ હતુ.

પંજાબ નેશનલ બેંક 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર આટલુ આપી રહ્યા છે વ્યાજ


7 દિવસથી 14 દિવસ: સામાન્ય જનતા માટે - 3.50 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 4.00 ટકા

15 દિવસથી 29 દિવસ: સામાન્ય જનતા માટે - 3.50 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 4.00 ટકા

30 દિવસથી 45 દિવસ: સામાન્ય જનતા માટે - 3.50 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 4.00 ટકા

46 દિવસથી 90 દિવસ: સામાન્ય જનતા માટે - 4.50 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 5.00 ટકા

91 દિવસથી 179 દિવસ: સામાન્ય જનતા માટે - 4.50 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 5.00 ટકા

180 દિવસથી 270 દિવસ: સામાન્ય જનતા માટે - 5.50 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 6.00 ટકા

271 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય જનતા માટે - 5.80 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 6.30 ટકા

1 વર્ષ: સામાન્ય જનતા માટે - 6.75 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 7.25 ટકા

1 વર્ષ થી વધારે થી 443 દિવસ: સામાન્ય જનતા માટે - 6.80 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 7.30 ટકા

444 દિવસ: સામાન્ય જનતા માટે - 6.80 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 7.30 ટકા

445 થી 2 વર્ષ: સામાન્ય જનતા માટે - 6.80 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 7.30 ટકા

2 વર્ષથી વધારે 3 વર્ષ સુધી: સામાન્ય જનતા માટે - 7.00 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 7.50 ટકા

3 વર્ષથી વધારે 5 વર્ષ સુધી: સામાન્ય જનતા માટે - 6.50 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 7.00 ટકા

5 વર્ષથી વધારે 10 વર્ષ સુધી: સામાન્ય જનતા માટે - 6.50 ટકા, વરિષ્ઠ નાગરિકો માટે - 7.30 ટકા

Trade Spotlight| સોમવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

MoneyControl News

MoneyControl News

First Published: Jan 02, 2024 2:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.