ટેકનોલોજી-પરંપરાનું જોડાણ: બજાજ ફાયનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટનો ક્રમિક વિકાસ | Moneycontrol Gujarati
Get App

ટેકનોલોજી-પરંપરાનું જોડાણ: બજાજ ફાયનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટનો ક્રમિક વિકાસ

ઓનલાઈન બેંકિંગનો ઉદ્ભવ થયો, એ પહેલાં ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરવા અને તેનું વ્યવસ્થાપન કરવાની કામગીરી મુખ્યત્ત્વે પોતાની હાથે થતી હતી. રોકાણકારોએ સામાન્યતઃ કેવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું

અપડેટેડ 02:05:42 PM Feb 26, 2024 પર
Story continues below Advertisement
ઓનલાઈન રોકાણનો ઉકેલ રોકાણકારોને સુવિધા, પારદશીર્તા અને વ્યક્તિગત વિકલ્પો પૂરા પાડવાની સાથે-સાથે ફિક્સ્ડ ડિપોઝિટ માટેની તેમની અપેક્ષિત સુરક્ષા અને સ્થિરતા પણ પૂરી પાડે છે.

ભારતમાં લાંબા સમયથી ફિક્સ્ડ ડિપોઝિટ્સ (એફડી) એ નાણાંકીય આયોજન મહત્ત્વનું તત્ત્વ રહ્યું છે. હવે, દેશની અગ્રણી નાણાંકીય સંસ્થા બજાજ ફાયનાન્સ તેની નવી લોન્ચ થયેલી - ‘ડિજીટલ ફિક્સ્ડ ડિપોઝિટ’ થકી સમયની કસોટીમાં પાર ઊતરેલી રણનીતિઓને નવતર પહેલ સાથે સાંકળે છે. આ ઓનલાઈન રોકાણનો ઉકેલ રોકાણકારોને સુવિધા, પારદશીર્તા અને વ્યક્તિગત વિકલ્પો પૂરા પાડવાની સાથે-સાથે ફિક્સ્ડ ડિપોઝિટ માટેની તેમની અપેક્ષિત સુરક્ષા અને સ્થિરતા પણ પૂરી પાડે છે. તકનીકી પાસાંમાં જતાં પહેલાં, ચાલો, પાયા વિશે સમજૂતી મેળવી લઈએ. ફિક્સ્ડ ડિપોઝિટ એ નાણાંકીય સાધન છે, જેમાં તમે નિશ્ચિત વ્યાજ દર પર પૂર્વનિર્ધારિત સમયગાળા માટે અમુક રકમ જમા કરાવો છો. મેચ્યોરિટી પર તમને મૂળ રકમની સાથે તે રકમ પરનું વ્યાજ પણ મળે છે.

ફિક્સ્ડ ડિપોઝિટની પરંપરાગત પ્રક્રિયા

ઓનલાઈન બેંકિંગનો ઉદ્ભવ થયો, એ પહેલાં ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરવા અને તેનું વ્યવસ્થાપન કરવાની કામગીરી મુખ્યત્ત્વે પોતાની હાથે થતી હતી. રોકાણકારોએ સામાન્યતઃ કેવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું, તેનો ચિતાર અહીં આપેલો છેઃ


1. બ્રાન્ચની મુલાકાતઃ એફડી શરૂ કરવા માટે વ્યક્તિએ સ્વયં નાણાંકીય સંસ્થા કે બેંકની બ્રાન્ચની મુલાકાત લેવાની રહેતી હતી.

2. કાગળોની કાર્યવાહી: આ પ્રક્રિયામાં ખાતાંની માહિતી, નામાંકનની વિગતો, રોકાણની રકમ, અવધિ વગેરે વિગતો સાથેનાં જટિલ ફોર્મ્સ ભરવાનાં રહેતાં હતાં.

3. રાહ જવાની અવધિ દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થતાં અને એફડી ખાતું ખોલાવતાં થોડા દિવસો લાગતા હતા.

4. ટ્રેક કરવાની મર્યાદા: વ્યાજ દર જાણવા માટે, એફડીનું સ્ટેટમેન્ટ જોવા માટે કે મેચ્યોરિટીની સૂચનાઓનું વ્યવસ્થાપન કરવા માટે બેંકના ધક્કા ખાવા પડતા હતા અથવા તો શાખા પર ફોન કરવો પડતો હતો.

બજાજ ફાયનાન્સ ડિજીટલ એફડી વિશે સમજૂતીઃ

બજાજ ફાયનાન્સ રજૂ કરે છે 42 મહિનાની અવધિ સાથેનો નવો ફિક્સ્ડ ડિપોઝિટ વિકલ્પ ‘ડિજીટલ એફડી'.આ એફડી બજાજ ફિનસર્વની વેબસાઈટ કે ઍપ થકી ઓનલાઈન બુક કરાવી શકાય છે. ડિજીટલ એફડી વરિષ્ઠ નાગરિકો 8.84 ટકા પ્રતિ વર્ષ તથા 60 વર્ષ કરતાં નીચેના લોકો માટે 8.60 ટકા પ્રતિ વર્ષ સુધીના અત્યંત સ્પર્ધાત્મક વ્યાજ દરો ઓફર કરે છે.

એફડીના અનુભવમાં બજાજ ફાયનાન્સ લઈ આવે છે ક્રાંતિ

1. પ્રારંભથી અંત સુધી ઓનલાઈન સાનુકૂળતાઃ ખાતું ખોલાવવાથી લઈને મેચ્યોરિટીના વ્યવસ્થાપન સહિતની સમગ્ર પ્રક્રિયા ડિજીટલ સ્વરૂપમાં આકાર પામે છે. બજાજ ફિનસર્વ વેબસાઈટ કે ઍપ થકી કોઈપણ સ્થળેથી, કોઈપણ સમયે તમારું એફડી ખોલાવો.

2. યુઝર-ફ્રેન્ડલી પ્લેટફોર્મઃ બજાજફિનસર્વ પ્લેટફોર્મ સરળતાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે તમને રોકાણની પ્રક્રિયા વિશે માર્ગદર્શન પૂરું પાડે છે અને દરેક સ્તર પર સ્પષ્ટ માહિતી આપે છે.

3. પેઆઉટના લવચિક વિકલ્પોઃ તમારી જરૂરિયાત મુજબ વ્યાજના પેઆઉટની ફ્રિક્વન્સી પસંદ કરો. સ્થિર આવક મળતી રહે, એ માટે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક સ્તરે પેઆઉટ્સ મેળવતા રહો અથવા તો તમારૂં રિટર્ન વધારવા માટે મેચ્યોરિટી પર સામટા પેઆઉટનો વિકલ્પ અપનાવો.

બજાજ ફાયનાન્સ એફડી શા માટે જરૂરી છે?

· અજોડ સુરક્ષા: ક્રિસિલ અને ઈકરાનાં એએએ રેટિંગ્ઝ તેની અસાધારણ સુરક્ષા અને વિશ્વસનીયતા દર્શાવે છે. આ બાબત બજાજ ફાયનાન્સની મજબૂત નાણાંકીય સ્થિતિનો સંકેત આપે છે.

· સિદ્ધ થયેલો ટ્રેક રેકોર્ડઃ પાંચ લાખ કરતાં વધુ સંતુષ્ટ ગ્રાહકો અને રિપયા 50,000 કરોડ કરતાં વધુની થાપણો સાથે બજાજ ફાયનાન્સે સ્વનિર્ભરતા તથા વિશ્વસનીયતા બદલ પોતાની પ્રતિષ્ઠા ઊભી કરી છે.

બજાજ ફાયનાન્સ એફડી કેલ્ક્યુલેટરઃ શક્તિશાળી ટૂલ

આ મફત અને વપરાશમાં સહેલું ટૂલ યુઝર્સને નીચેના લાભ પૂરા પાડે છેઃ

· સંભવિત રિટર્નની ગણતરીઃ ગ્રાહકોનો પ્રકાર, રોકાણની રકમ, પસંદ કરવામાં આવેલી અવધિ અને વ્યાજની ચૂકવણીની પદ્ધતિ જેવાં પરિબળોના આધારે મેચ્યોરિટીની રકમ બાબતે સ્પષ્ટતા મેળવો.

· પેઆઉટના વિકલ્પોની તુલના કરો: તમને નિયમિત આવક માટે માસિક વ્યાજ જોઈતું હોય કે મેચ્યોરિટી સમયે સામટું જ એકીસાથે રિટર્ન જોઈતું હોય, તો એફડી કેલ્ક્યુલેટર તમને વિવિધ રણનીતિની આકારણી કરવામાં સહાયરૂપ બને છે. બજાજ ફાયનાન્સ એફડી કેલ્ક્યુલેટરની મદદથી તમે તમારા ઈનપુટ્સમાં કરવામાં આવેલાં નાનાં એડજસ્ટમેન્ટ્સ સુદ્ધાં તમારા સંભવિત રિટર્નને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે,તે સમજી શકો છો.

ઉપસંહારઃ

જો તમે એક અનુભવી રોકાણકાર હોવ અથવા તો હજુ શરૂઆત જ કરી રહ્યા હોવ, તો બજાજ ફાયનાન્સ ડિજીટલ ફિક્સ્ડ ડિપોઝિટ વિશે જરૂર વિચાર કરશો. તે તમારી નાણાંકીય સુખાકારની સુરક્ષિત કરવા માટે સાનુકૂલ અને લવચિક ટૂલ ઓફર કરીને અત્યાધુનિક ટેકનોલોજી સાથે ફિક્સ્ડ ડિપોઝિટના લાભને સાંકળે છે.

આ માટે વધુ વિગતો મેળવવા માટે અને તમારૂં ડિજીટલ એફડી ખોલવા માટે આજે જ બજાજ ફિનસર્વ વેબસાઈટની મુલાકાત લો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 26, 2024 2:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.