ITR ફોર્મમાં થયા ઘણા મોટા ફેરફારો, હવેથી તમામ બેન્ક અકાઉન્ટની આપની પડશે ડિટેલ્સ | Moneycontrol Gujarati
Get App

ITR ફોર્મમાં થયા ઘણા મોટા ફેરફારો, હવેથી તમામ બેન્ક અકાઉન્ટની આપની પડશે ડિટેલ્સ

Income Tax Return 2024: સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ની તરફથી ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફૉર્મને રજૂ કરી દીધું છે. આ વખતે CBDTએ ITR ફૉર્મ 1 અને ITR ફોર્મ 4 માં ઘણા ફેરફારો કર્યા છે.

અપડેટેડ 02:02:16 PM Dec 26, 2023 પર
Story continues below Advertisement

Income Tax Return Filing 2024: ઈનકમ ટેક્સ (Income Tax)ભરવા વાળા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. આ વખતે CBDTએ ITR ફોર્મ 1 અને ITR ફોર્મ 4 માં ઘણા ફેરફારો કર્યા છે. આ વખતે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાથી પહેલા તેના આ ફેરફારને જરૂર જાણી લો.

સરકારે આ વખતે નાણાકીય વર્ષ સમાપ્ત થવાના માત્ર 3 મહિના પહેલા જ આ ફૉર્મ રજૂ કરી દીધો છે. આ વખતે પણ આઈટીઆર ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. જો જોવામાં આવે તો ડેડલાઈનથી માત્ર 7 મહિના પહેલા સરકારે આ ફોર્મ રજૂ કર્યા આપ્યો છે.

ITR Formમાં શું ફેરફાર થયા છે -


1. આ વખતે ફોર્મમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારોને કારણે કલમ 115BAC પણ બદલાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ન્યૂ ટેક્સ રિઝીમ ઈન્ડિવિઝુઅલ, HUF, AOP, BOI અને AJP માટે હવે ડિફૉલ્ટ ઑપ્શન હશે. આ સિવાય જે પણ ન્યૂ ટેક્સ રિજીમને સલેક્ટ નથી કરવા માંગતો છે આ ઑપ્ટ આઉટ કરવાના રહેશે. તે લોકો ઓલ્ડ ટેક્સ રિજીમને પણ સલેક્ટ કરી શકો છો.

2. આ સિવાય આ વખતે રજૂ કર્યા આઈટીઆર ફોર્મ 1 અને 4ના નવા વર્ઝનમાં કલમ 80CCHના હેઠળની કરવામાં આવનાર કપાતની રિપોર્ટ કરવા માટે અલગથી કૉલમ આપવામાં આવી છે.

3. ફાયનાન્સ એક્ટ 2023માં કલમ 80CCH સામેલ છે. આ સિવાય જે પણ લોકો અગ્નિપથ યોજના (Agnipath Scheme)માં હિસ્સો લઈ રહ્યા છે તે 1 નવેમ્બર 2022થી અગ્નિવીર કૉર્પસ ફંડ (Agniveer Corpus Fund)માં યોગદાન આપનારાઓને ટેક્સ કાપનું હકદાર બનાવે છે.

4. આ સિવાય હવેથી ટેક્સપેયર્સને તેના તમામ બેન્ક ખાતાઓની જાણકારી અને વર્ષના રોકડાના લેનદેનને પણ સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે.

ITR Form 1

ITR ફૉર્મ 1 વિશે વાત કરીએ તો, તે એવા લોકો માટે છે, જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધી છે. 50 લાખ સુધીની આવકમાં તમારો પગાર, પેન્શન અથવા અન્ય કોઈ સોર્સને પણ સામેલ છે. સાથે જ 5000 રૂપિયાની એગ્રીકલ્ચરથી થવા લાળી ઇનકમને પણ જોડવામાં આવ્યો છે.

ITR Form 4

આ સિવાય ITR-4 વિશે વાત તો તે હિંદુ અવિભાજિત પરિવારની સાથે સીમિત જવાબદારી ભાગીદારી વાળી કંપનીઓ માટે છે. જો તમારી વાર્ષિક આવક 50 લાખ રૂપિયા અથવા તો તમારે ફોર્મ 4 ફિલ કરવા પડે છે. આમાં પણ તમારે વર્ષના રોકડ વિશે પણ જાણકારી આપવાની રહેશે. ગયા વર્ષ તેમાં ક્રિપ્ટોકરન્સી માટે અલગથી કૉલમ ઉમેરવામાં આવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 26, 2023 2:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.