Investment: આ 5 ELSS ફંડ FD અને PPF થી પણ આપશે વધારે રિટર્ન, ટેક્સ માંથી પણ મળશે છૂટ
Investment: કોઈપણ જગ્યાએ નાણાંનું રોકાણ કરતી વખતે ટેક્સ જવાબદારીને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે મોટાભાગના રોકાણકારો આવા રોકાણ વિકલ્પો શોધે છે જેમાં, નાણાંનું રોકાણ કરવા પર, તેઓને માત્ર સારું વળતર જ મળતું નથી પણ ટેક્સમાં છૂટ પણ મળે છે. જો તમે સારા નફાની સાથે ટેક્સ બચાવવા પણ ઈચ્છો છો, તો ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) એક શાનદાર રોકાણનું ઑપ્શન સાબિત થઈ શકે છે.
Investment: કોઈપણ જગ્યાએ નાણાંનું રોકાણ કરતી વખતે ટેક્સ જવાબદારીને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Investment: ELSS એ એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ છે, જે મુખ્યત્વે ઇક્વિટી અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સમાં રોકાણ કરે છે. આમાં રિટર્ન બેંક એફડી કરતા વધુ છે. ઈએલએસએસ માં વળતર નિશ્ચિત કરી શકાતું નથી અને તે બજારના જોખમને આધીન છે. કલમ 80C હેઠળ કર મુક્તિ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ઉપલબ્ધ છે. ઈએલએસએસ નો લોક-ઇન પીરિયડ ત્રણ વર્ષનો હોય છે.
એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ની વેબસાઇટ પર 30 નવેમ્બર, 2023 સુધીના ડેટા અનુસાર, આવા પાંચ ઈએલએસએસ છે, જેણે રોકાણકારોને 10 વર્ષના સમયગાળામાં 18 થી 25 ટકા વાર્ષિક વળતર આપ્યું છે.
ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ (Quant Mutual Fund) ની ક્વોન્ટ ટેક્સ પ્લાન (Quant Tax Plan) યોજનાએ 10 વર્ષમાં રોકાણકારોને મોટો નફો આપ્યો છે. આ સ્કીમની સરેરાશ વાર્ષિક વળતર આ સમયમાં 25.25 ટકા રહ્યું છે.
બેન્ક ઓફ ઈન્ડિયા એડવાન્ટેજ ફંડ (Bank of India Mutual Fund) માં પૈસા લગાવા વાળા રોકાણકારોને પણ છેલ્લા દસ વર્ષમાં બેન્ક એફડીમાંથી અઢી ગણું વળતર મળ્યું છે. આ યોજનાનું સરેરાશ વાર્ષિક વળતર 19.10 ટકા રહ્યું છે.
છેલ્લા દસ વર્ષમાં રોકાણકારોને જોરદાર વળતર આપનાર ઈએલએસએસમાં બંધન ઈએલએસએસ (Bandhan ELSS Tax saver Fund) નું નામ પણ સામેલ છે. આ સ્કીમના છેલ્લા દસ વર્ષના સરેરાશ વાર્ષિક વળતર 19.03 ટકા રહ્યું છે.
ડીએસપી ટેક્સ સેવર ફંડ (DSP Tax Saver Fund) માં પણ તમે મોટા નફા અને ટેક્સ સેવિંગ માટે લગાવી શકે છે. આ ટેક્સ સેવર સ્કીમનું છેલ્લા દસ વર્ષની સરેરાશ વર્ષના રિટર્ન 18.84 ટકા રહ્યા છે.
જેએમ ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ (JM ELSS Tax Saver Fund) એ પણ છેલ્લા દસ વર્ષોમાં રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આ યોજનાનું સરેરાશ વાર્ષિક વળતર 18.75 ટકા રહ્યું છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.