7th Pay Commission latest update: નવા વર્ષ સાથે સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ વધવા લાગી છે. કર્મચારીઓને આશા છે કે આ વખતે સરકાર તેમની માંગણી સ્વીકારશે. સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું (DA) વધારશે. સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં આ મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. મોંઘવારીને જોતા સરકાર આ વખતે ડીએમાં 3 ટકાનો વધારો કરી શકે છે.

