Budget 2023: બજેટ આવવામાં માત્ર એક સપ્તાહ બાકી છે. આ વખતે બજેટમાં રેલવે સેક્ટર અને ડિફેન્સ સેક્ટર પર ખાસ ફોકસ થઈ શકે છે. સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અને PLI યોજના પર વધુ ભાર આપી શકાય. ડિફેન્સ સેક્ટર અને રેલવે સેક્ટર પર બજારની શું અપેક્ષાઓ છે, ચાલો જોઈએ.

