Get App

Budget 2023: રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નાણામંત્રી બજેટમાં કરશે મોટી જાહેરાત

Budget 2023: સરકારે 2030 સુધી જરૂરતની 50 ટકા વીજળી રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જોકે, હાલમાં રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા વધારવાની જે ગતિ છે તે ઘણી ઓછી છે. તેથી, લક્ષ્ય હાંસલ કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે બજેટમાં મોટી જાહેરાતો કરવી પડશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 20, 2023 પર 9:37 AM
Budget 2023: રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નાણામંત્રી બજેટમાં કરશે મોટી જાહેરાતBudget 2023: રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નાણામંત્રી બજેટમાં કરશે મોટી જાહેરાત

Budget 2023: કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદથી ગ્રીન એનર્જી પર ફોકસ વધ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે આ વખતે પણ બજેટ (budget 2023)માં સરકાર રિન્યુએબલ એનર્જીનું ઉપયોગ વધાવા વાળા ઉપાયોની જાહેરાત કરશે. ગ્રીન એનર્જી (Green Energy) માટે ફાળવણીપણ વધારવાની આશા છે. 2006માં સરકારે વિંડ એનર્જી (Wind Energy) માટે માત્ર 597 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રજૂ કર્યા હતો. નાણાકીય વર્ષ 2022-23 માં સોલાર પાવર (Solar power) સેક્ટર માટે સરકારની ફાળવણી 3365 કરોડ રૂપિયા રહ્યા હતા. તેનાથી ગ્રીમ એનર્જી પર સરકારના વધતા ફોકસનો અનુમાન લગાવી શકે છે. સરકાર પબ્લિક, પ્રાઈવેટ સહિત દરેક સેક્ટરમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ વધારવાનો પ્રયાસ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ યૂનિયન બજેટ રજૂ કરશે.

રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન લક્ષ્યથી પાછળ ચાલી રહી સરકાર

એક્સપર્ટનું કહેવું છે કે ગ્રીન એનર્જી પ્રોડક્શનના કેસમાં અમે સરકારના નક્કી લક્ષ્યથી પાછળ ચાલી રહી છે. પેરિસ એગ્રીમેન્ટમાં સરકારે 2022 સુધી રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા માટે 175 ગીગા વૉટ (GW)નો ટારગેટ નક્કી કર્યો હતો. તેમાં સોલર માટે 100 GW, વિન્ડ માટે 60 GW અને બાયોમાસ માટે 10 GW અને સ્મૉલ ગાઈડ્રોપાવર માટે 5 GW સામેલ હતો. પરંતુ અધિકારિક આંકડાથી ખબાર પડે છે કે ડિસેમ્બર 2022 સુધી ઇન્ડિયાના સોલર પાવર કેપેસિટી 63 GW અને વિન્ડની નજીક 48 GW હતી.

2030 સુધી 50 ટકા વિજળી રિન્યુએબલ એનર્જીથી પ્રાપ્ત કરવાનો લક્ષ્ય

લક્ષ્યથી પાછળ ચાલવા છતાં સરકારે ગ્રીન એનર્જી પર તેનો ફોકસ ઓછા નથી કર્યા. નવેમ્બર 2021માં ગ્લાસગો ક્લાઇમેટ સમિટ (COP26)માં વદાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયદો કર્યા હતો કે વર્ષ 2030 સુધી ઇન્ડિયા વિજળીની તેની 50 ટકા જરૂરત રિન્યુએબલ એનર્જીથી પૂરી કરશે. તેના પહેલા સરકારે વર્ષ 2030 સુધી તેની જરૂરતના 40 ટકા વિજળી રિન્યુએબલ એનર્જીથી પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખ્યો હતો.

દશકના અંત સુધી કુલ વિજળી ઉત્પાદન 820 GW પહોંચી શકે છે

અધિકારીક આંકડા અનુસાર, આ દશકના અંત સુધી ઇન્ડિયામાં કુલ વિઝળી ઉત્પાદન 820 GW સુધી પહોંતી જશે. તેમાં Fossil અને non-Fossil બન્ને રીતે એનર્જી સામેલ છે. કોલસા, પેટ્રોલિયમ જેવી પારંપરિક ફ્યૂલના ઉપયોગથી બનાવા વાળી વિઝળીને Fossil Energy કેટેગરીમાં રાખી શકે છે. રિન્યુએબલ સ્ત્રોતોથી ઉત્પાદન થવા વાળી વિજળીને Non-Fossil એનર્જીની કેટેરગીમાં રાખવામાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો