Get App

Budget 2023: સરકાર બજેટમાં વધારી શકે છે ક્રૂડ પામ તેલ પર ડ્યૂટી

આંતરરાષ્ટ્રીય બજારમાં પામ તેલની કિંમતોમાં આવેલા ઘટાડાને ધ્યાનમાં રાકઈને સરકાર બજેટમાં ક્રૂડ પામ તેલ પર ડ્યૂટી વધારી શકે છે. ગયા એક વર્ષમાં ભાવમાં 30 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. સૂત્રોના મુજબ સરકાર આ બજેટમાં પામ ઑયલ પર 5 થી લઈને 7.5 ટકા સુધી ડ્યૂટી વધારી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2023 પર 11:40 AM
Budget 2023: સરકાર બજેટમાં વધારી શકે છે ક્રૂડ પામ તેલ પર ડ્યૂટીBudget 2023: સરકાર બજેટમાં વધારી શકે છે ક્રૂડ પામ તેલ પર ડ્યૂટી

Budget 2023: સરકાર પામ ઑયલના ઈંપોર્ટ પર ડ્યૂટી વધારવાનો વિચાર કરી રહી છે અને બજેટમાં તેની જાહેરાત પણ થઈ શકે છે. સૂત્રોના મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં પામ તેલની કિંમતોમાં આવેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકાર બજેટમાં ક્રૂડ પામ તેલ પર ડ્યૂટી વધારી શકે છે. ગયા એક વર્ષમાં ભાવમાં 30 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. સૂત્રોના મુજબ સરકાર આ બજેટમાં પામ ઑયલ પર 5 થી લઈને 7.5 ટકા સુધી ડ્યૂટી વધારી શકે છે. તમને જણાવી દઈએ કે હજુ CPO પર 12.5 ટકા કસ્ટમ ડ્યૂટી છે. સૂત્રોના મજુબ સરકાર ઈંપોર્ટ પર નિર્ભરતા ઓછી કરવા ઈચ્છે છે.

સૂત્રોના મુજબ સરકાર ખાદ્ય તેલોમાં આત્મનિર્ભર બનાવની તૈયારી કરી રહી છે. ભારત પોતાની જરૂરતના 60 ટકા ખાદ્ય તેલ ઈમ્પોર્ટ કરે છે. વર્ષ 2021 ના બજેટમાં સરકારે ડ્યૂટી ઘટાડીને 15 ટકા કરી હતી. જ્યારે છેલ્લા 1 વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઑયલની કિંમતોમાં 30 ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે ઘરેલૂ બજારમાં પણ ખાદ્યના તેલોની કિંમતોમાં 10-15 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે.

આ વર્ષે કયા સેક્ટરમાં બંપર આવક થશે, જાણો એક્સપર્ટની સલાહ

સરકારે હાલમાં જ સોયાબીન ઑયલ પર ટેરિફ કોટા સમાપ્ત થયો છે. ભારતે નેશનલ ઑયલ સીડ મિશનની શરૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે સોયા ઑયલના ઈંપોર્ટ આર્જેટીના, બ્રાઝીલ અને અમેરિકાથી હોય છે. જ્યાર સનફ્લાયરના ઈંપોર્ટ રશિયા, યૂક્રેનથી થતા છે. દેશના ખાદ્યના તેલમાં ભાગીદારી પર નજર કરીએ તો પામ ઑયલની ભાગીદારી 60 ટકા છે જ્યારે સોયાબીન 25 ટકા અને સનફ્લાવરની 12 ટકા ભાગીદારી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો