Budget 2023: જો તમે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો થોડા અઠવાડિયા રાહ જોવી વધુ સારું રહેશે. કેન્દ્રીય બજેટમાં સરકાર ઈલેક્ટ્રિક વ્હીકલ માટે ઘણી મોટી જાહેરાતો કરવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ઈવી ઈન્ડસ્ટ્રીએ પોતાની માંગણી નાણામંત્રી સુધી પહોંચાડી છે. જો નાણામંત્રી તેમની માંગણીઓ સ્વીકારે છે, તો EV ઉદ્યોગને ઘણો ફાયદો થશે. ઈવી ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે સરકારે ઈવી પર ટેક્સ મુક્તિ વધારવી જોઈએ. આ સાથે લોકો EV ખરીદવામાં રસ દાખવશે.

