અભિષેક અનેજા
Budget 2023 : આવકવેરા વિભાગે 6 જાન્યુઆરી, 2023ના રોજ લોન્ગ ટર્મ કેપિટલ બેનિફિટમાંથી મુક્તિનો દાવો કરનારા કરદાતાઓને રાહત આપી છે. આ હેઠળ 1 એપ્રિલ 2021થી 28 ફેબ્રુઆરી 2022 વચ્ચેના સમયગાળા માટે, તમે રોકાણ, જમા, ચુકવણી, સંપાદન, ખરીદી, બાંધકામ વગેરેની શરતોને પૂર્ણ કરીને તેનો લાભ લઈ શકો છો. હવે કરદાતાઓ 31 માર્ચ, 2023 સુધી ખરીદી અથવા બાંધકામનું અનુપાલન કરી શકશે. જો કે, વિલંબિત/સુધારેલા રિટર્ન ફાઈલ કરવા માટે ડિસેમ્બર 31, 2022 (નાણાકીય વર્ષ 2021-22)ની નિયત તારીખ પસાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તેનો લાભ લેવા અંગે કેટલાક કરદાતાઓમાં મૂંઝવણ છે.

