Budget 2023 : દેશમાં વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા કેન્દ્રીય બજેટ 2023ને વર્તમાન સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, કરદાતાઓ 1 ફેબ્રુઆરીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કેટલાક કર લાભોની જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ સરકાર પાસેથી ઘણી આશા રાખી રહ્યા છે. જેમાં બેઝિક ટેક્સ મુક્તિ મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવા સહિતની અનેક માંગણીઓનો સમાવેશ થાય છે. આ મર્યાદા સુધી તેમના પર આવકવેરો લાગુ થતો નથી. આ રહી કેટલીક મુખ્ય માંગણીઓ...

