Budget 2023: આ સામાન્ય બજેટ આ વખતે રેલ્વે માટે કંઈક વિશેષ હોઈ શકે છે. એક ચર્ચા છે કે કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે સરકાર 200 કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી ચાલતી ઘણી સેમી હાઇ સ્પીડ ટ્રેનો (Semi High Speed trains) ચલાવવાની જાહેરાત કરી શકે છે. આ ટ્રેનો નવી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) અથવા તેના જેવી અન્ય ટ્રેનો હોઈ શકે છે. તેના સાથે જ બજેટમાં રેવલે માટે અલોકેશન વધારવાની જાહેરાત થઈ શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામ (Finance Minister Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી 2023 ના બજેટ રજૂ કરશે.

