Budget 2023: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે. આ પહેલા તે ઈન્ડસ્ટ્રીના તમામ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરી રહી છે. બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને પણ નાણામંત્રીને બજેટમાંથી તેમની અપેક્ષાઓ વિશે જણાવ્યું છે. સોનાના વપરાશમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. સોનાની દાણચોરી રોકવા માટે બજેટમાં કસ્ટમ ડ્યુટી વધારીને 4% કરવાની જાહેરાત કરવી જોઈએ. આ સાથે GST ઘટાડવો પણ જરૂરી છે. બુલિયન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં નીચેના પગલાં લેવામાં આવી શકે છે.

