Budget 2023 Wishlist: કેન્દ્રીય બજેટ 2023માં લોકોનો ઇન્ટ્રેસ વધુ જોવા મળી રહ્યો છે. કારણ કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. તેથી જ દરેકને કરદાતાઓ, રોકાણકારો, પગારદાર વર્ગ, ઉદ્યોગો પાસેથી પોતાની અપેક્ષાઓ હોય છે. કૃષિ ક્ષેત્ર ખાસ કરીને ખેડૂતોને આશા છે કે સરકાર તેમની આવક વધારવા માટે બજેટમાં મોટી જાહેરાતો કરશે. યુવાનો બજેટમાં રોજગારીની તકો વધારવાના પગલાંની રાહ જોઈ રહ્યા છે. શેરના રોકાણકારો લાંબા ગાળાના મૂડી લાભના નિયમોમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. અમે તમને એવી 8 બાબતો જણાવી રહ્યા છીએ, જેની જાહેરાત થવાની સૌથી વધુ અપેક્ષા છે.

