Union Budget 2023: આ નાણાકીય વર્ષ (2022-23)માં ફિસ્કલ ડેફિસિટનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ આશા વ્યક્ત કરી છે. તેમણે બુધવારે (14 ડિસેમ્બર) લોકસભામાં અનુદાન માટેની પૂરક માંગ પર ચર્ચા દરમિયાન આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે બજેટમાં અમારા દ્વારા નિર્ધારિત લક્ષ્ય (ફિસ્કલ ડેફિસિટ) હાંસલ કરવામાં આવશે. સરકારે આ નાણાકીય વર્ષમાં ફિસ્કલ ડેફિસિટ માટે 6.4 ટકાનો ટાર્ગેટ રાખ્યો છે. આનો અર્થ એ થયો કે આ નાણાકીય વર્ષમાં સરકારની ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 6.4 ટકાથી વધુ નહીં થાય. નાણામંત્રીએ ગયા બજેટમાં આ લક્ષ્યની જાહેરાત કરી હતી.

