Get App

Union Budget 2023: બજારના દિગ્ગજ હેમાંગ જાનીને બજેટ પાસેથી શું છે અપેક્ષા?

આવો જાણીએ મોતિલાલ ઓસવાલના ઈક્વિટી સ્ટ્રેટર્જીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ હેમાંગ જાની આ વર્ષ શું છે બજેટ પાસેથી આશા.

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2023 પર 12:34 PM
Union Budget 2023: બજારના દિગ્ગજ હેમાંગ જાનીને બજેટ પાસેથી શું છે અપેક્ષા?Union Budget 2023: બજારના દિગ્ગજ હેમાંગ જાનીને બજેટ પાસેથી શું છે અપેક્ષા?

હેમાંગ જાનીનું કહેવુ છે કે ચૂંટણી પહેલાનું બજેટ હોવાથી બજારની આશાઓ વધારે છે. સરકાર ગ્રોથ માટે આક્રમક પગલા લેશે એવું લાગી રહ્યું છે. સરકાર ગ્રોથ માટે આક્રમક પગલા લેશે એવું લાગી રહ્યું છે. નાણાંકીય ખાધ પર આ વખતે વધુ ખર્ચની નેગેટિવ અસર દેખાશે. ગ્રોથ માટેનું, કેપેક્સ અને ઉત્પાદનને ટેકો આપનારું બજેટ હશે. કેપિટલ ગુડ્ઝ અને ડિફેન્સ સેક્ટરને બજેટમાં ટેકો મળશે.

હેમાંગ જાનીના મતે ઈન્ફ્રા અને સિમેન્ટ અંગે પણ સરકાર મોટા નિર્ણય લઈ શકે છે. રિયલ એસ્ટેટમાં ગ્રાહકોને ટેક્સમાં રાહત મળી શકે છે. ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ વધારવા માટેના પગલા લેવાઈ શકે છે. સરકારે અપેક્ષાઓ અને નાણાંકીય સ્થિતિ વચ્ચે સંતુલન જાળવવું પડશે. નાણાંકીય ખાધ વધશે તો વ્યાજદર અને મોંઘવારી પર અસર આવશે.

Trade Spotlight: બુધવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

હેમાંગ જાનીનું માનવું છે કે ટેક્સના સ્લેબમાં વધુ ડિડક્શન મળી શકે છે. LTCG અને STTમાં ટેક્સમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. ઓપ્શનમાં વોલ્યુમ વધ્યા છે એટલે તેના પર STT વધવાની ભીતી છે. બેન્કિંગ કંપનીઓને ટેક્સમાં કોઈ રાહત આવી શકે છે. ઈન્ફ્રા-હાઉસિંને ટેકો આપવા NBFCs માટે કોઈ રાહત આવી શકે છે.

હેમાંગ જાનીના મુજબ PLI સ્કીમનો સમય લંબાવી શકે છે અથવા સેક્ટરમાં વધારો થઈ શકે. ગ્રીન એનર્જીમાં રોકાણ કરવા માટે સરકાર પ્રોત્સાહન આપી શકે છે. ન્યુ એનર્જીની વિદેશી કંપનીઓને આકર્ષવા ટેક્સમાં રાહત આપી શકે.

બધા સમાચાર

+ વધુુ વાંચો