OpenAI Amazon deal: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં આજે એક મોટો ધમાકો થયો છે. ChatGPT જેવા વિશ્વવિખ્યાત AI ટૂલની સર્જન કરનારી કંપની OpenAIએ ઇ-કોમર્સના વિશ્વજીત અમેઝોન સાથે 38 અબજ ડોલર (લગભગ 3.37 લાખ કરોડ રૂપિયા)ની મેગા ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ 7 વર્ષની પાર્ટનરશિપથી OpenAIને અમેઝોન વેબ સર્વિસિસ (AWS)ના ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તેના AI મોડલ્સને ટ્રેઈન અને રન કરવાની તક મળશે. આ ડીલ OpenAI માટે એક નવી તકનીકી ક્રાંતિની શરૂઆત છે, કારણ કે તેને હજારો Nvidia પ્રોસેસર્સની અથાગ શક્તિ પ્રાપ્ત થશે.
OpenAIના CEO સેમ આલ્ટમેનએ આ કરારને AIના આગામી યુગની શરૂઆત તરીકે ગણાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, "ફ્રન્ટિયર AIને વિસ્તારવા માટે વિશાળ અને વિશ્વાસપાત્ર કમ્પ્યુટિંગની જરૂર છે. અમેઝોન સાથેની આ ઇકોસિસ્ટમને મજબૂત કરીએ છીએ જે એડવાન્સ્ડ AIને દરેક વ્યક્તિ સુધી પહોંચાડશે." સૂત્રો અનુસાર, આ ડીલ હેઠળ OpenAIને 2026ના અંત સુધીમાં અમેઝોનના ડેટા ક્લસ્ટર્સમાં લાખો GPU પ્રોસેસર્સની સુવિધા મળશે, જેમાં Nvidiaની નવીનતમ GB200 અને GB300 AI ચિપ્સનો સમાવેશ થાય છે. આ ચિપ્સથી ChatGPTના જવાબો વધુ ઝડપી અને સચોટ બનશે, જે યુઝર્સ માટે એક મોટી સુવિધા લાવશે.
અમેઝોન માટે પણ આ સમજૂતી એક મોટો આત્મવિશ્વાસ વધારનાર પગલું છે. તેનો ક્લાઉડ ડિવિઝન AWS, જેને માઈક્રોસોફ્ટ અને ગૂગલની તુલનામાં પાછળ ગણાતો હતો, હવે આ મેગા ડીલથી ફરીથી ધ્યાનનું કેન્દ્ર બન્યો છે. ડીલની જાહેરાત પછી સોમવારે અમેઝોનના શેર્સ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા અને કંપનીના માર્કેટ વેલ્યુમાં 140 અબજ ડોલરનો વધારો થયો. AWSના CEO મેટ ગાર્મને કહ્યું, "આ ક્ષમતા AWSને OpenAIના વિશાળ AI વર્કલોડ્સને સપોર્ટ કરવા માટે અનન્ય સ્થિતિમાં મૂકે છે."
આ ડીલને OpenAIના IPOની તૈયારીનો ભાગ પણ માનવામાં આવી રહ્યો છે, જેની વેલ્યુએશન 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. જોકે, AI કંપનીઓની ઝડપથી વધતી મૂલ્ય અને 1 ટ્રિલિયન ડોલરથી વધુના ખર્ચને લઈને નિષ્ણાતોમાં ચિંતા વધી રહી છે કે આ AI બૂમ કદાચ એક બબલમાં બદલાઈ જાય. OpenAIએ તાજેતરમાં જ તેની માઈક્રોસોફ્ટ સાથેની પાર્ટનરશિપને પણ રિસ્ટ્રક્ચર કરી છે, જેથી તેને વધુ ક્લાઉડ પ્રોવાઈડર્સ સાથે કામ કરવાની સ્વતંત્રતા મળી. આ પગલાંથી AI રેસમાં OpenAIનું વર્ચસ્વ વધુ મજબૂત થશે, પરંતુ ભવિષ્યમાં આ રોકાણોના પરિણામો પર દેખવાનું રહેશે.