IIP growth July: જુલાઈમાં ઈંડેક્સ ઑફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) 3.5% વધ્યુ, જ્યારે જૂનમાં ગ્રોથ ફક્ત 1.5% હતુ. સરકારે 28 ઓગસ્ટના રોજ જાહેર કરેલા ડેટામાં આ માહિતી આપી. આ વધારો આઠ મુખ્ય ઉદ્યોગોના પ્રદર્શનથી વિપરીત હતો, જેમનું IIPમાં 40% ભારાંક છે. જુલાઈમાં કોર સેક્ટરનો વિકાસ ઘટીને 2% થયો, જ્યારે જૂનમાં તે 2.2% હતો. આમાંથી ચાર ઈન્ડસ્ટ્રીઝમાં ઘટાડો જોવા મળ્યો.
સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગોએ મજબૂત પ્રદર્શન કર્યું. સ્ટીલ ઉત્પાદનમાં 12.8%નો વધારો થયો, જે છેલ્લા 21 મહિનામાં સૌથી ઝડપી ગ્રોથ છે, જ્યારે સિમેન્ટ ઉત્પાદનમાં 11.7%નો વધારો થયો છે, જે ચાર મહિનાની ઊંચી સપાટી છે. વીજ ઉત્પાદન પણ 0.5% ના નજીવા વધારા સાથે ગ્રોથ તરફ પાછું ફર્યું.
IIP ગ્રોથમાં મુખ્ય સેક્ટર ક્યા છે?
મુખ્ય સેક્ટરોમાં ખરેખર દેશના અર્થતંત્રના પાયા જેવા છે. તેમાં આઠ મુખ્ય ઉદ્યોગો - કોલસો, ક્રૂડ તેલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતરો, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે. તેઓ અન્ય ઉદ્યોગો, કારખાનાઓ અને રોજગાર પર સીધી અસર કરે છે. આ જ કારણ છે કે તેમની ગતિ દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર કેટલું મજબૂત ચાલી રહ્યું છે.