Lenskart IPO: ઓમનીચેનલ આઈવેર બ્રાન્ડની મોટી યોજના, SEBI પાસે ડ્રાફ્ટ ફાઈલ
Lenskart IPO: લેન્સકાર્ટનો આ IPO ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં મોટી ઘટના બની શકે છે. લેન્સકાર્ટના કો-ફાઉન્ડર અને CEO પીયૂષ બંસલ 200 કરોડની લોન લઈને કંપનીમાં પોતાનો હિસ્સો વધારવાની યોજના બનાવી રહ્યા છે. આ ઉપરાંત સોફ્ટબેન્ક, ચિરાતે અને ટીઆર કેપિટલ જેવા લગભગ અડધા રોકાણકારો આ IPO દરમિયાન પોતાના કેટલાક શેર્સ વેચવાની તૈયારીમાં છે.
Lenskart IPO: લેન્સકાર્ટનો આ IPO ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં મોટી ઘટના બની શકે છે.
Lenskart IPO: ઓમનીચેનલ આઈવેર બ્રાન્ડ લેન્સકાર્ટએ ભારતના માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા SEBI પાસે પોતાના IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ DRHP ફાઈલ કર્યું છે. આ IPO હેઠળ માત્ર નવા શેર્સ જ ઈશ્યૂ થશે. ચાલો જાણીએ લેન્સકાર્ટના આ IPOની સંપૂર્ણ વિગતો અને કંપનીની બિઝનેસ હેલ્થ કેવી છે.
IPOની વિગતો
લેન્સકાર્ટના IPOનો હેતુ નવા શેર્સ દ્વારા 2,150 કરોડ એકત્ર કરવાનો છે. આ IPOનું કદ લગભગ 8,500 કરોડ નું હોવાની અપેક્ષા છે. આમાં ઓફર ફોર સેલ હેઠળ કેટલાક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો ઘટાડી શકે છે. કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગમાં 26 જુલાઈના રોજ આ IPOને મંજૂરી મળી હતી.
કો-ફાઉન્ડરની હિસ્સેદારી વધારવાની યોજના
સૂત્રોના જણાવ્યા અનુસાર લેન્સકાર્ટના કો-ફાઉન્ડર અને CEO પીયૂષ બંસલ 200 કરોડની લોન લઈને કંપનીમાં પોતાનો હિસ્સો વધારવાની યોજના બનાવી રહ્યા છે. આ ઉપરાંત સોફ્ટબેન્ક, ચિરાતે અને ટીઆર કેપિટલ જેવા લગભગ અડધા રોકાણકારો આ IPO દરમિયાન પોતાના કેટલાક શેર્સ વેચવાની તૈયારીમાં છે.
લેન્સકાર્ટની બિઝનેસ જર્ની
લેન્સકાર્ટની સ્થાપના 2008માં પીયૂષ બંસલ, અમિત ચૌધરી, નેહા બંસલ અને સુમિત કપાહી દ્વારા કરવામાં આવી હતી. આજે આ કંપની ભારતની સૌથી મોટી ઓમનીચેનલ આઈવેર કંપની છે, જેની ઓનલાઈન પ્રેઝન્સની સાથે 2,000થી વધુ ફિઝિકલ સ્ટોર્સ પણ છે. 2019માં કંપની યુનિકોર્ન બની હતી. સોફ્ટબેન્ક, ટેમાસેક, અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA), આલ્ફા વેવ ગ્લોબલ, KKR, કેદારા કેપિટલ અને TPG જેવા મોટા રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યું છે. ગયા મહિને કંપની પબ્લિક લિમિટેડ એન્ટિટીમાં રૂપાંતરિત થઈ હતી અને તેનું નામ લેન્સકાર્ટ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડથી બદલીને લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડ થયું હતું.
મોટા સ્ટાર્ટઅપ IPOની યાદીમાં સામેલ
લેન્સકાર્ટ હવે મીશો, ફિઝિક્સવાલા, પાઈન લેબ્સ, અર્બન કંપની, વેકફિટ, ગ્રો અને શેડોફેક્સ જેવા સ્ટાર્ટઅપ્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જે IPO તરફ આગળ વધી રહ્યા છે. જો લેન્સકાર્ટ 85,000 કરોડની વેલ્યુએશન પર IPO લાવે છે, તો તે ઝોમેટો, પેટીએમ અને નાયકા જેવા મોટા સ્ટાર્ટઅપ IPOની શ્રેણીમાં આવી જશે.
બિઝનેસ હેલ્થ: આવક અને નફો
જૂન 2024માં લેન્સકાર્ટે ટેમાસેક અને ફિડેલિટી પાસેથી $200 મિલિયન એકત્ર કર્યા હતા, જ્યારે કંપનીની વેલ્યુએશન $5 બિલિયન હતી. એપ્રિલ 2025માં ફિડેલિટીએ પોતાના પોર્ટફોલિયો અપડેટમાં કંપનીની વેલ્યુએશન $6.1 બિલિયન ગણાવી. જોકે, વિત્ત વર્ષ 2024માં કંપનીની ફાઈનાન્શિયલ હેલ્થ થોડી નબળી રહી. 5,427 કરોડની ઓપરેટિંગ ઈન્કમ હોવા છતાં કંપનીને 10 કરોડનું નેટ લોસ થયું હતું. આ પહેલાં કંપની નફામાં હતી. વિત્ત વર્ષ 2025ના અંત સુધીમાં કંપનીની આવક $755 મિલિયન (લગભગ 6,415 કરોડ) થવાનો અંદાજ છે, જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બિઝનેસ બંનેનો સમાવેશ થાય છે.