Get App

અંતિમ ટેરિફ આવ્યા પછી કિમંત વધારવા કે ધટાડવા પર નિર્ણય લવાશે: મહાનગર ગેસ

ઝોનલ ટેરિફના ભાવ આવ્યા પછી તેની અસર જાણી શકાશે. ટેરિફ વધારો ગેસ કંપનીઓ માટે પોઝિટીવ બની રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 23, 2023 પર 2:02 PM
અંતિમ ટેરિફ આવ્યા પછી કિમંત વધારવા કે ધટાડવા પર નિર્ણય લવાશે: મહાનગર ગેસઅંતિમ ટેરિફ આવ્યા પછી કિમંત વધારવા કે ધટાડવા પર નિર્ણય લવાશે: મહાનગર ગેસ

Ashu Shinghal-

મહાનગર ગેસના એમડી, આશુ સિંઘલનું કહેવું છે કે ગેસ ટેરિફ વધાર્યા છે તેના નવા ભાવ 1 એપ્રિલથી લાગૂ થશે. PNGRB જલ્દી અન્ય એન્ટિટીના ટેરિફની જાહેરાત કરશે. ઝોનલ ટેરિફના ભાવ આવ્યા પછી તેની અસર જાણી શકાશે. ટેરિફ વધારો ગેસ કંપનીઓ માટે પોઝિટીવ બની રહ્યો છે. નવા ટેરિફને કારણે સીએનજીના ભાવમાં 70-80 પૈસા પ્રતિ કિલોનો ઘટાડો શક્ય છે.

આશુ સિંઘલના મતે પીએનજી ભાવ પર 50-60 પ્રતિ એસસીએમની અસર સંભવિત દેખાઈ રહી છે. PNGRBના અંતિમ ટેરિફ નક્કી કર્યા પછી સંપૂર્ણ રીતે કહી શકશે. અંતિમ ટેરિફ પછી જ કંપની તેની કિંમતો નક્કી કરશે. કિરીટ પારેખ કમિટીની ભલામણો મંજૂર થવાની અપેક્ષા. અંતિમ ટેરિફ આવ્યા પછી કિમંત વધારવા કે ધટાડવા પર નિર્ણય લઈશું. Unison Enviro સાથે શેર પર્ચેસ કરાર કરવામા આવ્યો છે.

આશુ સિંઘલના મુજબ સપ્ટેમ્બર સુધીમાં PNGRB તરફથી ડીલને મંજૂરી મળવાની અપેક્ષા લાગી રહી છે. નવેમ્બર સુધીમાં કંપનીને શેર ટ્રાન્સફર કરવાનો અંદાજ છે. શેર ટ્રાન્સફર થયા બાદ રકમ ચૂકવાશે. કંપની હંમેશા સારી કંપની અને ડીલની શોધમાં હોય છે. મુંબઈ, થાણે, રાયગઢ, રત્નીગિરી પર કંપનીનો ફોકસ બની રહ્યો છે. લાતુર, ઉસ્માનાબાદમાં પણ સર્વિસનુ લાઈસન્સ મળ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો