Get App

લોક-ઈન પિરિયડ પુરો થવામાં હોવાથી સોફ્ટબૅન્ક આગામી સમયમાં ઝોમેટોના શૅર્સનું વેચાણ કરે તેવી શક્યતા

ફૂડ ડિલિવરી એગ્રિગેટર ઝોમેટોના શૅર્સનું વેચાણ ટૂંક સમયમાં બ્લોક ડિલના માધ્યમે થઈ શકે છે. કંપનીની રોકાણકાર સોફ્ટબૅન્કનો લોક ઈન પિરિયડ પુરો થવામાં હોવાથી રોકાણ છુટો કરવાનો નિર્ણય લેવાઈ શકે છે, એમ સૂત્રોએ કહ્યું હતું

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2023 પર 3:37 PM
લોક-ઈન પિરિયડ પુરો થવામાં હોવાથી સોફ્ટબૅન્ક આગામી સમયમાં ઝોમેટોના શૅર્સનું વેચાણ કરે તેવી શક્યતાલોક-ઈન પિરિયડ પુરો થવામાં હોવાથી સોફ્ટબૅન્ક આગામી સમયમાં ઝોમેટોના શૅર્સનું વેચાણ કરે તેવી શક્યતા

ફૂડ ડિલિવરી એગ્રિગેટર ઝોમેટોના શૅર્સનું વેચાણ ટૂંક સમયમાં બ્લોક ડિલના માધ્યમે થઈ શકે છે. કંપનીની રોકાણકાર સોફ્ટબૅન્કનો લોક ઈન પિરિયડ પુરો થવામાં હોવાથી રોકાણ છુટો કરવાનો નિર્ણય લેવાઈ શકે છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

બ્લિન્કિટના સોદા બાદ રોકાણકારોનો લોક-ઈન પિરિયડ પચ્ચીસ ઓગસ્ટ સુધીનો હતો. લોક-ઈન પિરિયડ પુરો થયા બાદ રોકાણકારો બ્લોક ડિલ્સના માધ્યમે ઝોમેટોના શૅર્સનું વેચાણ કરી શકે છે, એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. પરિણામે સોમવારે બ્લિન્કિટ ડિલ વખતે જે શૅર્સ મળ્યા હતા તે અનલોક થઈ જશે. સોમવાર 28 ઓગસ્ટના રોજ 12 મહિનાનો લોક-ઈન પિરિયડ પુરો થશે.

18 મહિનાના હાઈ પર Paytmના શેર, આ બ્લૉક ડીલે વધારી ખરીદારી

હાલના સમયમાં સોફ્ટબૅન્કનો ઝોમેટોમાં 3.35 ટકા હિસ્સો છે. બ્લિન્કિટ ડિલ વખતે હોલ્ડિંગ વેચતા સમયે આ ઈસ્યુ કરવામાં આવ્યો હતો. આ બાબતે ઝોમેટો અને સોફ્ટબૅન્કને ઈમેઈલ દ્વારા પુછવામાં આવ્યુ હતું પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો