Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

નેચલર ગેસમાં ઉત્તાર-ચઢાવનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં શરૂઆતી કારોબારની મંદીમાં ફરી રીકવરી આવતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 11, 2023 પર 5:54 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

મજબૂત રૂપિયાના કારણે સ્થાનિક બજારમાં સોનામાં રિકવરી આવતી જોવા મળી. જ્યાં સોનું પા ટકા તેજી સાથે 57780 ને પાર પહોંચતું જોવા મળ્યું. ત્યારે બીજી બાજુ વૈશ્વિક બજારમાં પણ સોનામાં અડધા ટકાની તેજી સાથે કિંમતો 1940 પાર પહોંચતી જોવા મળી.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 71,310 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંઘાઈ રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં ગઈકાલની તેજી યથાવત્ રહેતા બ્રેન્ટમાં 78 ડૉલરના સ્તરની ઉપર કામકાજ યથાવત્ છે, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાની તેજી સાથે 73 ડૉલરના સ્તરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. અહીં OPEC+ દ્વારા સપ્લાય કાપના નિર્ણયથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથે કિમતો 6045 આસપાસ જોવા મળી રહી છે.

નેચલર ગેસમાં ઉત્તાર-ચઢાવનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં શરૂઆતી કારોબારની મંદીમાં ફરી રીકવરી આવતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં સવા ટકાની તેજી સાથે કિંમતો 222 ઉપર પહોંચતી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો