Get App

Q1થી અપેક્ષા: FMCG અને બેન્કનું કેવું રહેશે પર્ફોર્મન્સ? નિષ્ણાતો સાથે બનાવો રોકાણની સટીક રણનીતિ

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને STOXBOXના સ્વપ્નિલ શાહ પાસેથી

MoneyControl Newsઅપડેટેડ Jul 13, 2023 પર 2:03 PM
Q1થી અપેક્ષા: FMCG અને બેન્કનું કેવું રહેશે પર્ફોર્મન્સ? નિષ્ણાતો સાથે બનાવો રોકાણની સટીક રણનીતિQ1થી અપેક્ષા: FMCG અને બેન્કનું કેવું રહેશે પર્ફોર્મન્સ? નિષ્ણાતો સાથે બનાવો રોકાણની સટીક રણનીતિ

ક્વાર્ટર 1 ના પરિણામો આવાના શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં કયા પ્રકારના અનુમાન બની શકે અને કયા અલગ-અલગ સેક્ટરની ખાસ વાત કરવાના છે કે તેમના પાસેથી કયા સંકતો બની શકે છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને STOXBOXના સ્વપ્નિલ શાહ પાસેથી

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે ઓએમસી માટે ત્રિમાસિક સારું રહેશે, માર્કેટિંગ માર્જિન વધશે. બેન્કના એનઆઈએમમાં 10-20 બીપીએસનો ઘટાડો શક્ય છે. ઓટો માટે મજૂત ત્રિમાસિક, માર્જિનમાં વધારો થશે. સિમેન્ટ વોલ્યુમ ગ્રોથ મજબૂત હશે, માર્જિન ફ્લેટ રહેશે. કન્ઝ્યુમર ડ્યુરેબલ માટે ત્રિમાસિક નબળું રહેશે. કન્ઝ્યુમર સ્ટેપલ્સમાં મિડ સિંગલ ડિજીટ વોલ્યુમ રહેશે.

જગદીશ ઠક્કરે આગળ કહ્યું છે કે કન્ઝ્યુમર સ્ટેપલ્સમાં હાઈ સિંગલ ડિજીટ વોલ્યુમ રહેશે. એનબીએફસીમાં માર્જિન ઘટી શકે એનઆઈઆઈ ગ્રોથ ઘટીને આવી શકે છે. ગેસ યુટિલિટિમાં ત્રિમાસિક ધોરણે વધારો જોવા મળી શકે છે. મેટલ્સમાં ક્વાર્ટર દર ક્વાર્ટર માર્જિન 2000 રૂપિયા પ્રતિ ટન સુધી ઘટી શકે છે. સ્પેશાલિટી કેમિકલ માટે ત્રિમાસિક ઘણું નબળું રહેશે.

જગદીશ ઠક્કરના મતે આઈટી કંપનીઓમાં સિઝનલી સારું રહેતું ક્વાર્ટર 1 આ વખતે અપસાઈડ રહી શકે છે ક્વાર્ટર 1માં લોન ગ્રોથ 15.4 ટકા વધવાની અપેક્ષા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરમાં 2.55 ટકા લોન ગ્રોથ વધવાની અપેક્ષા છે. નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં દબાણ આવવી શક્યતા છે. આઉટલુક નેગેટિવ રહી શકે તેવા સંકેતો બની રહ્યા છે. ઇન્ક્રીમેન્ટલ સીડી રેશિયો 66.4 ટકા રહેવાનો અંદાજ રહ્યા છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 2023માં ઇન્ક્રીમેન્ટલ સીડી રેશિયો 93.6 ટકા રહ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો