Indigoએ માર્ચ ક્વાર્ટરમાં 919 કરોડ રૂપિયા પ્રોફિટ કમાવ્યા છે. એક વર્ષના સમાન ગાળામાં કંપનીનો 1682 કરોડ રૂપિયા લૉસ થયો હતો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો 35 ટકા ઘટ્યો છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 1,423 કરોડ રૂપિયા પ્રોફિટ કમાવ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં ઑપરેશનથી કંપનીનો રેવેન્યૂ વર્ષ દર વર્ષના આધાર પર 76 ટકાથી વધીન 14160 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ પહેલાની સમાન ગાળામાં તે 8021 કરોડ રૂપિયા હતો.

